સિટી રિપોર્ટર @ahm_cb

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર @ahm_cbરાઉન્ડટેબલ ઈન્ડિયા, બ્લાઈન્ડ પીપલ એસોસિઅેશન દ્વારા ચેરીટી માટે રવિવારે 7.30 કલાકે જીએમડીસી ખાતે કાર રેલીનું આયોજન કરાયું છે. અા રેલીમાં કુલ 100 જેટલી કાર્સ આવશે. રજીસ્ટ્રેશન ફી અને સ્પોન્સરશિપમાંથી મેળવેલી આવકનો ઉપયોગ રાઉન્ડ ટેબલ દ્વારા બારેજા નજીક ગરીબ વિદ્યાર્થીઓ માટે એક સ્કૂલ બનાવવામાં આવી રહી છે તેના ખર્ચ માટે કરાશે. કાર રેલીમાં ડ્રાઈવર સીટની બાજુમાં એક બ્લાઈન્ડ પર્સન બેસશે. જેઅો બ્રેઈલ લીપીમાં દોરવામાં આવેલા મેપને આધારે ડ્રાઈવરને રસ્તો બતાવશે. બ્રેઈલ લિપિના મેપમાં શહેરના રસ્તાઓની તમામ વિગતોના આધારે ડ્રાઈવર સિટની બાજુમાં બેઠેલ બ્લાઈન્ડ વ્યક્તિ સલાહ સૂચન આપશે. કાર રેલી જીએમડીસી ગ્રાઉન્ડથી નિકળશે. જે અમદાવાદમાં 70 કિમી ફરી જીએમડીસી પહોંચશે. એક રેલીની સાથે એક કોમ્પિટિશન પણ હશે. જેમાં સ્પીડ, ટાઈમ મેનેજમેન્ટ અને ડીસ્ટન્ટના આધારે વિનર જાહેર કરવામાં આવશે.

બ્લાઈન્ડ લોકો કારમાં બેસી રસ્તો બતાવશે

અન્ય સમાચારો પણ છે...