તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વિરમગામમાં ભાજપને સ્પષ્ટ બહુમતી થઈ

વિરમગામમાં ભાજપને સ્પષ્ટ બહુમતી થઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ,ધોળકા અને બાવળામાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતાં પક્ષના તમામ અગ્રણીઓ અને કાર્યકરો ખુશીથી ઝૂમી ઊઠ્યા છે. નોટબંધીના કારણે ભાજપને ચૂંટણીમાં નુકસાન થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. પરંતુ પેટા ચૂંટણીના પરિણામે તમામ ચર્ચાઓને ખોટું પાડી દીધુ છે.

સૌથી આશ્ચર્યજનક પરિણામ વિરમગામ તાલુકા પંચાયતની નાની થોરી થાંભા બેઠકનું રહ્યું છે. જ્યાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવીને તમામ અટકળો ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધો છે. જેના પરિણામે કોંગ્રેસની છાવણીમાં ભારે નિરાશા ફેલાઇ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015ની ચુંટણીમાં વિરમગામ તાલુકા પંચાયતમાં બંને પક્ષને 10-10 બેઠક મળતાં ટાઇ પડી હતી. પણ પેટા ચુંટણીમાં કોંગ્રેસની હાર થતા ભાજપમાં સંખ્યા બળની સાથે વિશ્વાસમાં પણ વધારો થયો છે. વર્ષ 2015માં થોરી થાંભા બેઠક પર કોંગ્રેસના ધારસીભાઇ પટેલ વિજયી બન્યા હતા. પણ તેઓનું અવસાન થતાં બેઠક ખાલી પડતા કોંગ્રેસમાંથી ભાઇલાલભાઇ કો. પટેલ, ભાજપમાંથી વાઘાભાઇ કો. પટેલ તથા અપક્ષ તરીકે મહેશભાઇ કો.પટેલ ચુંટણી જંગમાં હતા. જોકે, મતદાન અગાઉ મહેશભાઇ કોંગ્રેસમાં જોડાઇ જતા ભાજપ- કોંગ્રેસ વચ્ચે ખરાખરીની ચુંટણી જંગ જામી હતી.

જિલ્લામાં નોટબંધીના કકળાટ વચ્ચે પંચાયતી રાજની ચૂંટણીમાં પંજાનું જોર ઘટ્યું

વિરમગામ તાલુકા પંચાયતની નાની થોરી થાંભા બેઠકની પેટા ચુંટણીમાં ભાજપની જીત થઇ છે. કોંગ્રેસનો 16 મતથી પરાજય થતા કોંગ્રેસની છાવણીમાં નિરાશા વ્યાપી ગઇ હતી. 2015 ની ચુંટણીમાં ટાઇ પડી હતી. પેટા ચુંટણીમાં કોંગ્રેસની હાર થતા ભાજપનું સંખ્યા બળ વધીને 11 થયું છે. વિરમગામ તાલુકા પંચાયતની 2015 ની ચુંટણીમાં થોરી થાંભા બેઠક પર કોંગ્રેસના ધારસીભાઇ કો.પટેલની જીત થઇ હતી, પરંતુ ત્યારબાદ તેઓનું અવસાન થતાં બેઠક ખાલી પડી હતી. બેઠકની પેટા ચુંટણીમાં ભાઇલાલભાઇ કો. પટેલ કોંગ્રેસ અને વાઘાભાઇ કો. પટેલ ભાજપ અને મહેશભાઇ કો.પટેલ અપક્ષ સાથે ત્રણ ઉમેદવાર ચુંટણી જંગમાં હતા. મતદાન અગાઉ મહેશભાઇ કોંગ્રેસમાં જોડાઇ જતા ભાજપ- કોંગ્રેસ વચ્ચે ચુંટણી જંગ હતુ. તા.28 ના રોજ યોજાયેલી ચુંટણીમાં 70 ટકાથીવધુ મતદાન થયુ હતુ.

બાવળા નગરપાલિકાના વોર્ડ નં.1 ના ચુંટાયેલા ત્રણેય સભ્યો ચુંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ભળી જતા પક્ષાંતર ધારા હેઠળ ત્રણેયને સસ્પેન્ડ કરાતા તેમજ વોર્ડ નં.6 ના સભ્ય મનુભાઇ ભરવાડ ભાજપમાં ભળી જતા અને તેમનું અવસાન થતા ચારેય સીટોની પેટા ચૂંટણી રવિવારે યોજાઇ હતી.આ ચુંટણીમાં વોર્ડ નં.1 માં 72 ટકા અને વોર્ડ નં.7 માં 67 ટકા મતદાન થયુ હતુ. મંગળવારે સવારે નવ વાગે બાવળા મામલતદાર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. ભાજપ- કોંગ્રેસ બંને પક્ષોના ઉમેદવારો ટેકેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ અને હોદેદારો સાથે મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા. સૌ પ્રથમ વોર્ડ નં.1 ની મત ગણતરી હાથ ધરવામાં આવતા ત્રણેય ભાજપના સભ્યોની ભવ્ય જીત થવા પામી હતી. ત્યારબાદ વોર્ડ નં.6 ના સભ્યની મત ગણતરી હાથ ધરવામાં આવતા ઇવીએમ મશીન ખુલતા તેમાં પણ ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થવા પામ્યો હતો.

ધોળકા તાલુકા પંચાયત મોટીબોરૂ ની પેટા ચુંટણી થતાં ભા.જ.પ નો જવલંત વિજય થયો છે. ભાજપના ઉમેદવાર લાભુબેન કનુભાઇ મકવાણા 89 મતની બહુમતીથી વિજયી થયા છે. ધોળકા તાલુકા પંચાયતની કુલ 22 સીટો આવેલી છે. તેમાં અગાઉ ચૂંટણીમાં 11 ભાજપ તથા 11 કોગ્રેસનાં વિજયી જાહેર થયા હતા અને ધોળકા પ્રાંત અધીકારી ની રૂબરૂમાં ચિઠ્ઠીઓ નાંખતા કોંગ્રેસના કોઠ સીટના ગૈારીબેન ડાભી પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા. જ્યારે સામે પક્ષે ભાજપના સરોડા સીટના મુકશેભાઇ કાનજીભાઇ ઠાકોર ઉપપ્રમુખે નિયુક્તિ પામ્યા હતા. ત્યારબાદ મોટીબોરૂ સીટનાં ઉમેદવાર મંજુબેન નાનજીભાઇ રાઠોડ સામે ફરિયાદ આવતા તેમની સીટ વિવાદમાં આવી હતી. મંજુબેન કોંગ્રસેના ઉમેદવાર ચૂંટણી ફોર્મમાં ઓછા સંતાનો બતાવ્યા હતા અને વિવાદ થયો હતો. જેના ચુકાદો આવતા કોગ્રેસના ઉમેદવાર મંજુબેન રાઠોડને સસપેન્ડ કરવામાં આવ્યા હતા.

નોટબંધીમાંય કમળનો દબદબો | વિરમગામ તાલુકા પંચાયતમાં 2015માં ટાઈ પડી અને 2016માં શાસનધુરા મળી

અન્ય સમાચારો પણ છે...