તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સરકારી વકીલે જામીનનો વિરોધ કર્યો

સરકારી વકીલે જામીનનો વિરોધ કર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
4 મહિનાના પુત્ર સાથે નદીમાં કૂદનારી માએ આગોતરા માગ્યા

નદીમાં4 માસના દીકરા સાથે ઝંપલાવીને બચી ગયેલી મહિલાએ પોલીસની ધરપકડથી બચવા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. સુનાવણીના અંતે એડિશનલ સેશન્સ જજ એમ.યુ. મહિડાએ 28મીએ હુકમ કરવાનો આદેશ કર્યો છે. શ્રીનગર ગીતા મંદિર ખાતે રહેતી કવિતા રાઠોડ તેના 4 માસના માસૂમ પુત્ર સાથે 19 નવેમ્બરે જમાલપુર બ્રિજ ઉપરથી નદીમાં ઝંપલાવ્યું હતું. જેમાં ફાયર બ્રિગેડે મહિલાને બચાવી લીધી હતી જ્યારે 4 માસના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતુ.

કવિતાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, મારો પુત્ર જન્મથી માનસિક બીમારીનો શિકાર હતો. તે સતત રડ્યા કરતો હોઇ તેની પરિસ્થિતિ એક મા તરીકે હું જોઇ શકતી નહોતી. આથી મોતને ભેટવાનું નક્કી કરી નદીમાં ઝંપલાવ્યું હતું. એક મા દીકરાને મારી નાંખે નહીં નદીમાં ઝંપલાવતા કમનસીબે હું બચી ગઇ અને દીકરો મૃત્યુ પામ્યો.

સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે માનવતાનો અભિગમ દાખવી અરજીનો વિરોધ કર્યો નહોતો. તેમણે દલીલ કરેલી કે, આરોપી મહિલા એક મા છે. મા ક્યારેય પોતાના દીકરાનું ખૂન ના કરે પરિસ્થિતિને વશ થઇને કરેલું પગલું ભરવામાં આવ્યું હતું. એટલે મહિલા આરોપીને આગોતરા જામીન આપી દેવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...