તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સેપ્ટ ડિરેક્ટરના વડપણ હેઠળની કંપની મુંબઈ પોર્ટ ટ્રસ્ટ રિડેવલપ કરશે

સેપ્ટ ડિરેક્ટરના વડપણ હેઠળની કંપની મુંબઈ પોર્ટ ટ્રસ્ટ રિડેવલપ કરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર | અમદાવાદ

મુંબઈપોર્ટ ટ્રસ્ટે પોતાની આસપાસના વિસ્તારના રીડેવલપમેન્ટનું કામ અમદાવાદ સ્થિત સેપ્ટના પ્રેસિડેન્ટ ડો. બિમલ પટેલના વડપણ હેઠળની કંપની એચસીપી ડિઝાઈન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટને સોંપ્યુ છે. જેના પગલે કંપની મુંબઈ પોર્ટ ટ્રસ્ટની આસપાસના 7 ચોરસ કિલોમીટર વિસ્તારનુ રીડેવલમેન્ટ કરશે.

એચસીપીના વડા ડો. બિમલ પટેલે જણાવ્યું છે કે, ‘અમને કોન્ટ્રાક્ટ મળ્યો તે બદલ અમે ખૂબ ઉત્સાહિત છીએ.આ પ્રોજેક્ટમાં અમારા ઉપર અર્બન ડિઝાઈન અને ઉચ્ચ ગુણવત્તા આપવા માટેના પડકારો છે. અન્ય શહેરો માટે પણ તે ઉદાહરણરૂપ રહેશે કે શહેરમાં રહેલી જગ્યાઓનો સુવ્યવસ્થિત ઉપયોગ કેવી રીતે કરી શકાય.’

રીડેવલપમેન્ટમાં સસ્તા મકાનો, શાળાઓ, બગીચાઓ, મ્યુઝિયમ વગેરે બનાવાશે. અહીં આરોગ્યની સુવિધાઓ અને કોમ્યુનિટી સેન્ટર્સ પણ ઉભા કરવામાં આવશે. પોર્ટ ટ્રસ્ટના ચેરમેન સંજય ભાટીયાએ જણાવ્યું કે,‘એચસીપીની ડિઝાઈન ટેકનિકલ દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતી.’ અગાઉ વૈશ્વિક સ્તરની છે. કંપનીઓની ટૂંકી યાદી તૈયાર કરવામાં આવી હતી, કંપનીઓએ ગત સપ્તાહે ડિઝાઈન રજૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...