તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • RJ કૃણાલની કાયમી જામીન માટે હાઇકોર્ટમાં અરજી

RJ કૃણાલની કાયમી જામીન માટે હાઇકોર્ટમાં અરજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પત્નીનાઅપમૃત્યુ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા આરજે કૃણાલે નિયમિત જામીન મેળવવા માટે હાઇકોર્ટમાં અરજી કરી છે. તેણે રજૂઆત કરી છે કે, તેની સામે ચાર્જશીટ દાખલ થઇ ગઇ છે એટલે તેની સામેની તપાસ પૂર્ણ થઇ હોવાથી આરોપીને જામીન મળવા જોઇએ. રજૂઆતો બાદ હાઇકોર્ટે કેસની સુનાવણી આગામી 28મીએ સોમવાર પર મુલતવી રાખી છે.

આરોપી કૃણાલે હાઇકોર્ટ સમક્ષ નિયમિત જામીન અરજી કરી છે. જેમાં એવી રજૂઆત કરી છે કે, તેની સામે હાલના તપાસ પૂર્ણ કરી પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. કોર્ટ સમક્ષ કેસ ચાલવામાં સમય લાગે તેમ છે. ત્યારે હવે કેસમાં હાલના તબક્કે તેને જામીન આપવા જોઇએ. તપાસ પૂર્ણ થઇ હોવાથી હવે આરોપી તપાસ સાથે કોઇ છેડછાડ કરી શકે તેમ નથી. આરોપીએ છેલ્લે પોતાના પિતાની બાયપાસ સર્જરી માટે માર્ચમાં જામીન મેળવ્યા હતા. જે બાદ હાઇકોર્ટે વધુ એક સપ્તાહ સુધી જામીન લંબાવી આપ્યા હતા.

આરજે કૃણાલ

વધુ સુનાવણી સોમવારે હાથ ધરાશે

અન્ય સમાચારો પણ છે...