તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ |કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે છત્તીસગઢથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત

અમદાવાદ |કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે છત્તીસગઢથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે છત્તીસગઢથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત લાવવામાં આવેલા રીંછનું બીમારીના કારણે મૃત્યુ થયું હતું. સુપરિન્ટેન્ડેન્ટ આર.કે.સાહુના જણાવ્યા પ્રમાણે, રીંછની અંદાજિત ઉંમર 17 વર્ષની હતી. અગાઉ તેને રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અહીં લાવવામાં આવ્યું હતું. સામાન્ય રીતે, રીંછનું આયુષ્ય 25 થી 30 વર્ષનું હોય છે. પણ છેલ્લા 20 દિવસથી રીંછ બીમાર હતું. ખાવાનું પણ ખાઈ શકે તેવી સ્થિતિમાં હતું. ઝૂ ખાતે તેની સારવાર પણ ચાલી રહી હતી. પણ અંતે ક્રોનિક ગ્રેન્યુલોમેટસ ન્યુમોનિયાના કારણે તેનું મૃત્યુ થયું હતું.

કાંકરિયા |છત્તીસગઢથી લવાયેલા રીંછનું બીમારીથી અંતે મૃત્યુ

અન્ય સમાચારો પણ છે...