તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈન્ફ્રા રિપોર્ટર | અમદાવાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ફ્રા રિપોર્ટર | અમદાવાદ

મુખ્યમંત્રીઅને નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી આવતા મ્યુનિ.ના જુદા જુદા વિભાગના પત્રોના નિકાલની જવાબદારી હવે આસિસ્ટન્ટ કમિશનરોને સોંપી દેવાઈ છે. પત્રોના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં હોવાના કારણે મનમરજી પ્રમાણે તેનો નિકાલ થતો હતો અને ગંભીરતાથી સીએમઓની રિમાર્કસ લેવાતી હતી જેને પગલે મ્યુનિ.કમિશનરે અંગે જવાબદારી નક્કી કરતો સરક્યુલર જારી કર્યો છે. જેમાં દર શુક્રવારે પ્લાનિંગ ઓફિસરે પણ દરેક ઝોન અને વિભાગમાં આવેલા પત્રોની સંકલિત માહિતી ફરજિયાત કમિશનર સમક્ષ રજૂ કરવી પડશે.

કમિશનરે જારી કરેલા સરક્યુલરમાં જણાવાયું છે કે, કોઈ પણ વિભાગમાં મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી આવતા પત્રો કે સરકારી પત્રોનો પ્રત્યુત્તર સક્ષમ સત્તાની મંજૂરી મેળવી નિયત સમયમર્યાદામાં પાઠવવાનો રહેશે. જેની એક નકલ પ્લાનિંગ ઓફિસરને મોકલવાની રહેશે. પ્લાનિંગ ઓફિસર જે જવાબની નકલની સંકલિત માહિતી દર શુક્રવારે કમિશનર સમક્ષ રજૂ કરશે.

આસિસ્ટન્ટ કમિશનરો CM કાર્યાલયથી આવતાં પત્રોનો નિકાલ કરશે

મ્યુનિ. કમિશનરે પરિપત્ર કર્યો

અન્ય સમાચારો પણ છે...