તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર િવશેષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવાળીબાદ લગ્નગાળો શરૂ થતા નવેમ્બરના અંતમાં તેમજ ડિસેમ્બર મહિનામાં મોટી સંખ્યામાં લોકો હનિમૂન ટૂર પર જતા હોય છે. પરંતુ તાજેતરમાં કેન્દ્ર સરકારે 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો બંધ કરી દેતા મોટાભાગના લોકો નાણાંભીડ અનુભવી રહ્યા છે. જેના કારણે 2થી 4 મહિના પહલે હનિમૂન ટૂર બુક કરાવનારા લોકોમાંથી કેટલાકે ટૂર કેન્સલ કરી છે જ્યારે 50 ટકા જેટલા લોકોએ પોતાનો પ્રોગ્રામ હાલ સ્થગિત કર્યો છે. ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન કેરાલા, ગોવા, દુબઈ, સિંગાપોર, મલેશિયા, બાલી તેમજ રાજ્યમાં દ્વારકા, સોમનાથ, સાસણ ગીર, દીવ, કચ્છ ફરવા જતા અનેક લોકોએ પોતાનો પ્રવાસ રદ કર્યો છે.

ટૂર ઓપરેટર મનીષ શર્માએ જણાવ્યું કે, ડિસેમ્બર-જાન્યુઆરીમાં અમદાવાદમાંથી 1500 અને રાજ્યભરમાંથી 5000થી વધુ યુવક યુવતીઓ હનિમૂન ટૂર પર જતા હોય છે. જો કે નોટબંધીથી 50 ટકાથી વધુ લોકોએ હાલ પ્રોગ્રામ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.

અન્ય એક ટૂર ઓપરેટર મનોજ શાહે જણાવ્યું કે, ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાંથી ફરવા જતા ટૂરિસ્ટોમાં પણ નોટબંધીને કારણે 50 ટકા જેટલી અસર પડી છે. જો કે રાજ્યમાં સ્થાનિક ટૂરિસ્ટ સ્થળો માટે ઓપરેટરો દ્વારા વસૂલ કરાતા ચાર્જમાં હોટલ, ગાડી સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવતા તેમાં 60 ટકા જેટલું બુકિંગ થયું છે. એજરીતે એનઆરઆઈએ વખતે ગુજરાત બહાર જવાના બદલે સ્થાનિક સ્થળો પર પસંદગી ઉતારી છે.

પાલિતાણામાં યાત્રિકો ઘટ્યા

ચલણીનોટ પરના પ્રતિબંધની અસર જૈનોના તીર્થ પાલિતાણામાં જોવા મળી રહી છે. અહીં આવતા યાત્રિકોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાતા સ્થાનિકો રોજગાર અને વ્યવસાયને મોટી અસર પહોંચી છે. તળેટી વિસ્તારમાં યાત્રિકોના અભાવે સન્નાટો જોવા મળી રહ્યો છે.

કચ્છ રણોત્સવમાં દેશ વિદેશથી આવતા પર્યટકો સહિતના લોકો મે-જૂનથી એડ્વાન્સ બુકિંગ થતું હોય છે. પરંતુ નોટબંધીને પગલે અનેક લોકોએ એડ્વાન્સ બુકિંગ રદ કરાવ્યું છે. નવેમ્બર-ડિસેમ્બરના પહેલા બીજા સપ્તાહમાં લગભગ 50 ટકા જેટલા ટેન્ટ ખાલી રહી ગયા છે. જો કે 21થી 31 ડિસેમ્બર દરમિયાન લગભગ તમામ ટેન્ટ હાઉસફુલ હોવાનું જાણવા મળ્યું છે.

કચ્છ રણોત્સવમાં અડધોઅડધ ટેન્ટ ખાલી પડ્યા છે

નોટબંધીથી પ્રવાસનને ફટકો, 50 ટકા હનિમૂન ટૂર રદ

અન્ય સમાચારો પણ છે...