તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ રિપોર્ટર | અમદાવાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર | અમદાવાદ

એપીએમસીઅમદાવાદની કારોબારી સમિતિની મિટિંગ 17 નવેમ્બરના રોજ ચેરમેન કેતન પટેલે બોલાવી હતી. જેમાં કારોબારીના કુલ 17 સભ્યો અને સરકાર તરફથી બે પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગના એજન્ડામાં કેટલાક ગેરકાયદે કામો અને લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના મુદ્દા આવરી લેવાયાની ખબર ચેરમેન કેતન પટેલ અને વાઇસ ચેરમેન ભવાન ભરવાડને પડી હતી. કામમાં ચેરમેન, વાઇસ ચેરમેન તેમજ રોહિત પટેલ સિવાયના તમામ સભ્યો તેમની વિરૂધ્ધમાં છે જેથી મિટિંગ બંધ રાખવા ચેરમેને પરિપત્ર કર્યો જે પરિપત્ર કોઇ પણ સભ્યએ સ્વીકાર્યો નહીં. ચેરમેન, વાઇસ ચેરમેન તથા સભ્ય રોહિત પટેલ સિવાય યોજાયેલી કારોબારીની બેઠકમાં સિનિયર સભ્ય ગોબરજી ઠાકોરના અધ્યક્ષસ્થાને ચર્ચા કરી હતી. કારોબારી સમિતિની મિટીંગમાં એજન્ડા ઉપરના ગેરકાયદે કુલ -7 કામો રદ કર્યા અને મિટીંગમાં ચેરમેન, વાઇસ ચેરમેનનો ફિયાસ્કો થતાં કેતન પટેલે ચેરમેન પદેથી રાજીનામું આપી દેવું પડ્યું હતું.

મિટિંગનો એજન્ડા જાણી APMCના ચેરમેન અને વાઇસ ચેરમેન આવ્યા

ભ્રષ્ટાચારનો મુદ્દો સમાવાયો હતો

અન્ય સમાચારો પણ છે...