તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • AMTSના હંગામી કર્મીને 2500 લેખે એરિયસ અપાશે

AMTSના હંગામી કર્મીને 2500 લેખે એરિયસ અપાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
60દિવસથી એએમટીએસના હંગામી કર્મચારીઓ વિવિધ માંગણી સાથે લડત કરી રહ્યાં હતા. કર્મચારીઓ સાથે મેયર ગૌતમ શાહે અમુક માંગણીઓ સંતોષતા 1500 કર્મચારીઓ હડતાળ સમેટીને સોમવારથી કામ પર પરત ફરવાના છે. કર્મચારીઓને જાન્યુઆરી 2016થી રૂ. 2500 લેખે એરિયસ આપવા તેમજ રોજની 800 બસો દોડાવાની બાયધરી આપી હતી.

મેયર ગૌતમ શાહના જણાવ્યા મુજબ એએમટીએસ કોન્ટ્રાકટ પરના કર્મચારીઓને ગુજરાત હાઇકોર્ટના વચગાળાના હુકમ અનુસાર માસિક રૂ. 2500 લેખે જેટલા દિવસ ફરજ બજાવશે તે પ્રમાણે પગાર વધારો અપાશે. ગુજરાત મજદૂર સભાના નેજા હેઠળના સેક્રેટરી એડવોકેટ અમરીશ પટેલના નેજા હેઠળ શનિવારે લાલદરવાજા સરદારબાગ ખાતે સભાનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...