તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માતા સાથે ઝઘડો કરનાર આધેડને િકશોરે મોતને ઘાટ ઉતાર્યો

માતા સાથે ઝઘડો કરનાર આધેડને િકશોરે મોતને ઘાટ ઉતાર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેમદાવાદતાલુકાના વિરોલ તાબે પેટલિયા ગામની સીમમાં એક આધેડને મહિલા સાથે કોઈ અગમ્ય કારણોસર ઝઘડો થયો હતો. જેની રીસ રાખી મહિલાના પુત્રએ મરણ જનાર આધેડને ઝપાઝપી કરી ધક્કો મારી જમીન પર પાડી દેતાં તેને માથાના ભાગે ઈન્ટરનલ ઈજાઓ પહોંચી હતી. જેથી આધેડનું મૃત્યુ નીપજ્યુ હતું. પોસ્ટમાર્ટમ િરપોર્ટના આધારે મહેમદાવાદ પોલીસે િકશોર વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહેમદાવાદ તાલુકાના પરસાંતજ ગામમાં રહેતા ઉકાભાઈ ધુળાભાઈ ગોહીલ (ઉં.વ.55) તા.23મીના રોજ સાંજના સમયે વિરોલ તાબે પેટલિયા સીમમાં ગયા હતા. વખતે વિસ્તારમાં રહેતા એક િકશોરે ઉકાભાઈને અગાઉ પોતાની માતાને કોઈ કારણસર ઝઘડો કરી અપશબ્દો બોલતો હતો. જેની અંગત અદાવત રાખી િકશોરે તા.23મીના રોજ રાત્રીના 8.30 કલાકે ઉકાભાઈ સાથે ઝપાઝપી કરી ધક્કો મારી જમીન પર પાડી દીધા હતા. જેથી ઉકાભાઈને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા ઉકાભાઈ ઉપર િકશોર બેસી જઈ માથાના ભાગે ગડદાપાટુનો મારમારી સ્થળ ઉપર મોત નીપજાવ્યુ હતું. બનાવ સંદર્ભે અગાઉ મૃતકના ભાઈ મગનભાઈની ફરિયાદના આધારે અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો. પરંતુ પોસ્ટમાર્ટમ િરપોર્ટમાં મૃતકનું ઈન્ટરનલ ઈજાઓના કારણે મૃત્યુ નીપજ્યુ હોવાનું ખુલ્યુ હતું. જે સંદર્ભે મહેમદાવાદ પોલીસે તપાસ કરતાં િકશોરે હત્યા કરી હોવાનું બહાર આવ્યુ હતું. જે સંદર્ભે મહેમદાવાદ પોલીસે િકશોરની હત્યાના ગુના સંદર્ભે અટકાયત કરી અમદાવાદ બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યો છે.

આધેડે અગાઉ કિશોરની માતાને અપશબ્દો બોલ્યો તેની કિશોરે અદાવત રાખી હતી

મહેમદાવાદ પોલીસે િકશોરની અટકાયત કરી અમદાવાદ બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યો

અન્ય સમાચારો પણ છે...