તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જ્ઞાન ઓછું છતાં કેન્યન ટીમ દિલ જીતવામાં સફળ

જ્ઞાન ઓછું છતાં કેન્યન ટીમ દિલ જીતવામાં સફળ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ રિપોર્ટર | અમદાવાદ

7મીઓક્ટોબરથી અમદાવાદના ઘરઆંગણે રમાનારા કબડ્ડી વર્લ્ડ કપ માટે ધીમે ધીમે શહેરમાં કબડ્ડીનો ફિવર છવાઇ રહ્યો છે. ગુરુવારે શહેરમાં આવેલા કર્ણાવતી ક્લબ ખાતે કેન્યા તથા અમદાવાદ આશ્રમ ટીમ વચ્ચે એક ફ્રેન્ડલી મેચનું આયોજન કરાયું હતું જેમાં અમદાવાદીઓએ 35-29ના સ્કોર સાથે વિજય હાંસલ કર્યો હતો. ફ્રેન્ડલી મેચ હોવા છતાં મોટી સંખ્યામાં કબડ્ડીના સમર્થકો હાજર રહ્યા હતા અને તેઓ તમામ કેન્યાની રમતથી પ્રભાવિત પણ થયા હતા. અમદાવાદી ટીમે પ્રથમ હા‌ફમાં 23-16થી કેન્યાને હરાવ્યું હતું પરંતુ કેન્યન ટીમે ધીમે ધીમે રિધમ હાંસલ કરીને બીજા હાફને 13-12થી જીત્યો હતો.

અન્ય સમાચારો પણ છે...