તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામુહિક પિતૃતર્પણ યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે સર્વપિતૃ અમાવસ્યા

ધાર્મિક સ્થળોએ ખાસ આયોજન

શુક્રવારનારોજ ભાદરવા વદ અમાસના દિવસને સર્વપિતૃ અમાસ ગણવામાં આવે છે. દિવસે તમામ પિતૃઓનું સામૂહિક શ્રાદ્ધ કરવામાં આવે છે. સિવાય જે પણ પિતૃનું શ્રાદ્ધ કરવામાં આવ્યું હોય તેમનું પણ શ્રાદ્ધ દિવસે કરી શકાય છેે. આપણા શ્રાદ્ધોમાં મૃત્યુ પામેલા પિતૃઓનો શ્રાદ્ધ કરવાનો અનેરો મહિમા છે. તેમનું શ્રાદ્ધ કરવાથી તેમની કૃપાથી સમગ્ર પરિવારનું કલ્યાણ થાય છે. તેવી માન્યતા છે માટે આજના દિવસે તમામ લોકો સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ કરે છે. શુક્રવારના રોજ ભાદરવા વદ અમાસના દિવસે સામૂહિક તર્પણ વિધિનું આયોજન યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ નારણપુરા દ્વારા ગૂજરાત વિદ્યાપીઠની બાજુમાં ચંદ્રેશ્વર મહાદેવ ખાતે કરવામાં આવ્યું છે. પ્રસંગે સવારે 7:30થી 12 શ્રાદ્ધ તર્પણ વિધિ, 9.30થી 12.30 સામૂહિક રત્નદાન કેમ્પ યોજાશે. સાથે રક્તદાન અને વૃક્ષ રોપવાનો સંકલ્પ પણ ભાવિકો દ્વારા લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...