તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મ્યુનિ. કમિશનરે કહ્યું, ‘હેરિટેજ સાઈટો હાલ જેવી ચોખ્ખી અને દબાણમુક્ત કાયમ રાખજો’

મ્યુનિ. કમિશનરે કહ્યું, ‘હેરિટેજ સાઈટો હાલ જેવી ચોખ્ખી અને દબાણમુક્ત કાયમ રાખજો’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્લ્ડહેરિટેજ સિટી માટે અમદાવાદ શહેરના દાવાના ઈન્સ્પેક્શન માટે યુનેસ્કોની ટીમ હાલ અમદાવાદમાં ત્રણ દિવસની મુલાકાતે છે ત્યારે હાલમાં શહેરના તમામ ઐતિહાસિક વિરાસતોને બિલકુલ દબાણમુકત અને ચોખ્ખાચણાક કરી દેવામાં આવ્યા છે. ગુરુવારે કમિશનર મુકેશકુમારના અધ્યક્ષસ્થાને મળેલી રિવ્યૂ બેઠકમાં તેમણે વાતનો ઉલ્લેખ કરી જે તે અધિકારીઓની કામગીરી બિરદાવી હતી પણ સાથોસાથ તેમણે હાલમાં હેરિટેજ સાઈટોની જેવી સ્થિતિ છે તેવી કાયમ રહેવી જોઈએ તેવો ટોણો પણ જવાબદાર અધિકારીઓને માર્યો હતો. અને દરેક અધિકારીઓને સાઈટોની હાલની સ્થિતિ જોવા જવા માટે તાકીદ કરી હતી.

વરસાદની સિઝન હવે પૂર્ણતાના આરે છે ત્યારે વરસાદ દરમિયાન શહેરના સંખ્યાબંધ રોડની સ્થિતિ બિસમાર બની ગઈ છે. કયાંક પૂરેપૂરા રોડનું ધોવાણ થઈ ગયું છે તો ક્યાંક ખાડા પડી ગયા છે.

ઊડતી ધૂળની ડમરીઓના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને શહેર પણ સ્વચ્છ દેખાઈ રહ્યું નથી તે મુદ્દાને કમિશનરે આડતકરી રીતે ઈજનેર વિભાગ સમક્ષ રજૂૂ કરી હતી. અને ખાસ દબાણપૂર્વક તાકીદ કરી હતી કે, ‘શુક્રવારથી રોડના પેચવર્કના તમામ કામો શરૂ થઈ જવા જોઈએ’.

રિવ્યૂ બેઠકમાં કમિશનરની અધિકારીઓને સલાહ : કાલથી રોડ બનવાના શરૂ થવા જોઈએ

અન્ય સમાચારો પણ છે...