તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મંડળીઓ દ્વારા દૂધ સ્વીકાર કરવા ઉત્તમ ડેરીના એમડીને રજૂઆત

મંડળીઓ દ્વારા દૂધ સ્વીકાર કરવા ઉત્તમ ડેરીના એમડીને રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરમગામતાલુકાની કેટલીક દૂધ ઉત્પાદક મંડળીઓ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં સભ્યપદ ધરાવતી હોવા છતાં દૂધ નહીં સ્વીકારવામાં આવતા ઉત્તમ ડેરીના એમડીને લેખિતમાં રજુઆત કરાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લા વિરમગામ તાલુકાની રહેમલપુર દૂધ ઉત્પાદક સ. મંડળી લી. જાલમપુરા, થોરીમુબારક, કુમરખાણ ગામની દૂધ ઉત્પાદક સંધ રજિસ્ટર મંડળી છે. અમદાવાદ જિલ્લા દૂધ સહકારી દૂધ ઉત્પાદક સંઘ સાથે સયોજીત હતી. જેના કારણે મંડળીઓનું દૂધ સંઘમાં સંપાદન થતું હતું. મંડળીઓ સંઘ સાથે ઘણા વર્ષો સુધી પેટા નિયમ મુજબ દૂધ આપતી હતી. નિયમનું પાલન કરી સંઘનું સભ્યપદ ધરાવતી હતી. તમામ મંડળીઓ સંઘના શેર પણ ધરાવે છે. મંડળીઓની બચત પણ સંઘમાં જમા છે. છતાં રાજકીય કિન્નાખોરી રાખી મંડળીઓનું દૂધ સત્તાના જોરે લેવામાં આવતું નથી.

વિરમગામની દૂધ ઉત્પાદક મંડળીઓની વ્યથા

અન્ય સમાચારો પણ છે...