તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જિલ્લાના તમામ બાળકોને કૃમિ રોગથી બચાવવા ડોઝ અપાયા

જિલ્લાના તમામ બાળકોને કૃમિ રોગથી બચાવવા ડોઝ અપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદજિલ્લા ના બાવળા, સાણંદ, વિરમગામ, ધંધૂકા, ધોલકા, માંડલ, દેત્રોજ, સાણંદ એમ કુલ આઠ તાલુકામાં એટલે કે સમગ્ર જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબસેન્ટરો તથા આંગણવાડી કેન્દ્રો અને સ્કુલોમાં કૃમિ સંક્રમણથી બાળકોને બચાવવા માટે કૃમિ નાશક દવાનો ડોઝ પીવડાવવામાં આવ્યો હતો. કૃમિ સંક્રમણ થી બાળકોમાં કુપોષણ અને લોહીની ઉણપ થાય છે જેના કારણે હંમેશા થાક લાગે છે, અને સંપૂર્ણ શારીરિક અને માનસિક વિકાસ પુર્ણ પણે થતો નથી.

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી ભાગર્વી દવે અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા યાદવની સુચના અને માર્ગદર્શન અનુસાર અમદાવાદ જિલ્લાના 1થી 19 વર્ષની વયજુથના બાળકોને કૃ્મિ સંક્રમણથી બચાવવા કૃમિનાશક દવાના ડોઝ અપાયા હતા. અમદાવાદ જિલ્લાના દસ્કોઇ તાલુકાના જેતલપુર ગામે નવુપરુની આંગણવાડી કેન્દ્ર તાલુકા હેલ્થ ઓફીસર ડો. અલ્પેશ પટેલ તથા મેડીકલ ઓફીસર ડો. મીનલ પટેલ તથા જિલ્લા આઇ.ઇ.સી.અધિકારી ચન્દ્રીકા પટણી તથા આઇ.ઇ.સી અધિકારી વિજય પંડિત તથા આરોગ્ય કર્મચારીઓ હાજર રહીને થી ની વયજુથના બાકી રહી ગયેલા બાળકોને આલ્મેન્ડાઝોલની દવા પીવડાવી હતી અને થી ૧૯ ની વયજુથના બાળકો ને આલ્મેન્ડાઝોલની દવાની ટીકડી ગળાવવામા આવી હતી.

પ્રાથમિક આરોગ્ય કન્દ્ર, આંગણવાડી,સ્કૂલમાં અભિયાન હાથ ધરાયું

અન્ય સમાચારો પણ છે...