તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરજદારોની હાઈકોર્ટમાં રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનામાં દલિતોના અત્યાચાર કેસમાં રાજદ્રોહની કલમ નથી

ઉનામાંદલિતો પર અત્યાચાર કરનારા આરોપીઓ સામે રાજદ્રોહ અને અસામાજિક પ્રવૃત્તિ જેવી મહત્ત્વની કલમો લગાવાઈ નથી. સીબીઆઇને તપાસ સોંપવાની દાદ માગતી અરજીની બુધવારે થયેલી સુનાવણીમાં અરજદારે આક્ષેપ કર્યો હતો. મુદ્દે હાઈકોર્ટે જવાબ રજૂ કરવા સરકારને સૂચન કર્યું છે. કેસની વધુ સુનાવણી આગામી સપ્તાહ પર મુલતવી રાખી છે.

આંબેડકર કાંરવા વતી એડ્વોકેટ રત્નાબહેન વોરા મારફત ઉનાકાંડમાં સીબીઆઇ તપાસની માગ કરતી પિટિશનમાં બુધવારે એફિડેવિટ સાથે રજૂઆત કરાઈ હતી કે, સરકારે કેસમાં જવાબમાં માત્ર ચાર્જશીટ આપવામાં આવી છે. તેમાં સાક્ષીઓનાં નિવેદન, પંચનામાં, કોલ ડીટેઇલ, એફએસએલ રિપોર્ટ સહિતની કોઈ અન્ય વિગતો આપી નથી. એફિડેવિટમાં એવો આક્ષેપ કરાયો છે કે, સત્તાધારી પક્ષના સહાયક પક્ષો જેવા કે, આરએસએસ, વિહિપ, બજરંગદળ દેશભરમાં ગૌરક્ષા જેવાં કામો કરે છે. આથી સરકારની વિશ્વનીયતા શંકાસ્પદ છે. થાનગઢ કેસમાં પણ સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપાઈ હતી, તે કેસમાં પોલીસે સી-સમરી રિપોર્ટ ભર્યો હતો. કેસમાં જ્યાં પોલીસ કર્મચારીઓની સંડોવણી ખૂલી છે ત્યારે તે કેસમાં પોલીસ કેવી તપાસ કરશેω ઉનાકાંડ એક ષડ્યંત્રનો ભાગ હતો કે કેમω તે બાબત પણ તપાસનો વિષય છે. પોલીસે જાણી જોઈને રાજદ્રોહની કલમ 124 (એ) લગાવાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...