તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શહેરમાં દિવસે માતેલા સાંઢની જેમ ભારે વાહનો ફરી દોડશે

શહેરમાં દિવસે માતેલા સાંઢની જેમ ભારે વાહનો ફરી દોડશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકસ્માતોકરી લોકોના જીવ લેનારા ભારે વાહનોને દિવસ દરમિયાન શહેરોમાં પ્રવેશવા માટે પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ લીલી ઝંડી આપી જાહેરનામું જાહેર કરી દીધું છે. અત્યાર સુધી આરટીઓના નિમય પ્રમાણે ભારે વાહનોને રાતના 10 વાગ્યા પછી પ્રવેશવાની છૂટ અપાતી હતી. જો કે પોલીસ કમિશનરના જાહેરનામાના કારણે ભારે વાહનોના કારણે રાહદારીઓ અને વાહનચાલકોના જીવ જોખમાય તેની સંભાવના છે. કમિશનરે જાહેરનામું 28 સપ્ટેમ્બરથી અમલમાં મૂકવા ટ્રાફિક પોલીસને સૂચના આપી દીધી છે. જોકે ભારે વાહનોને પાર્ક કરવા અને માલની ચઢ-ઉતર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

RTOના કામ માટે સવારે 10થી 6 સુધી પ્રવેશ

{ઝુંડાલ-તપોવન સર્કલ થઈ વિસત પેટ્રોલપંપ, અચેર ચાર રસ્તા, ચીમનભાઈ પટેલ બ્રિજ થઈ આરટીઓ કચેરી

{ઈસ્કોન ચાર રસ્તાથી શિવરંજની થઈ ડાબી બાજુ વાળી 132 ફૂટ રિંગ રોડ થઈ આરટીઓ કચેરી

સવારે11:30થી 5:30, રાત્રે 8.30 પછી પ્રવેશ

{જેતલપુરઓક્ટ્રોયનાકા, નારોલ, વિશાલા સર્કલ થઈ સરખેજ તેમજ એપીએમસી માર્કેટ

{નારોલ સર્કલ થઈ ચંડોળા તળાવ, બહેરામપુરા ચોકી, જમાલપુર શાક માર્કેટ

{નરોડા પાટિયાથી મેમ્કો ચાર રસ્તા, નરોડા ફ્રૂટ માર્કેટ

{સીટીએમે, હાટકેશ્વર સર્કલ, અનુપમ સિનેમા, ખોખરા બ્રિજ, કાંકરિયા રેલવે યાર્ડ

માર્ગોપર બપોરે 1થી 4 સુધી પ્રવેશ

{નરોડાપાટિયાથી મેમ્કો ચાર રસ્તા, હીરાવાડી, નિર્મળપુરા ચાર રસ્તા, ચામુંડા બ્રિજ, અસારવા બ્રિજ, ઈદગાહ, દરિયાપુર સર્કલથી માધુપુરા માર્કેટ

{ઝુંડાલ સર્કલ થઈ વિસત પેટ્રોલપંપ, અચેર ચાર રસ્તા, પાવર હાઉસ, ચીમનભાઈ બ્રિજ, સુભાષબ્રિજ સર્કલ થઈ નમસ્તે સર્કલ થઈ માધુપુરા માર્કેટ

{નારોલ સર્કલ થઈ ચંડોળા, જૂના શાહઆલમ ટોલનાકા, ભૂલાભાઈ પાર્ક ચાર રસ્તા, કાંકરિયા રેલવે યાર્ડ

{અનુપમ સર્કલ, બોમ્બે હાઉસિંગ, રખિયાલથી અજિત મિલ ચાર રસ્તા થઈ સોનીની ચાલી સુધી તેમજ અજિત મિલથી નાગરવેલ હનુમાન સુધી

{દીવાન બલ્લુભાઈ સ્કૂલથી ન્યૂ ક્લોથ માર્કેટના પાછળના દરવાજા સુધી

{કાંકરિયા પોલીસ ચોકીથી આબાદ ડેરી થઈ આર્ય સમાજ મંદિર થઈ બિગ બજાર, સહજાનંદ એસ્ટેટ થઈ લાટી બજારથી બિગ બજાર

{નારોલ સર્કલ થઈ જશોદાનગર ચાર રસ્તા, સીટીએેમથી ઓઢવ સુધી, અજિત મિલની ચાલી

પોલીસ કમિશનરની જાહેરનામા થકી લીલી ઝંડી

અન્ય સમાચારો પણ છે...