તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • યુનેસ્કોની ટીમનું ભદ્ર પ્લાઝા સહિતના સ્થાપત્યોનું નિરિક્ષણ

યુનેસ્કોની ટીમનું ભદ્ર પ્લાઝા સહિતના સ્થાપત્યોનું નિરિક્ષણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્લ્ડહેરિટેજ સિટીમાં સ્થાન પ્રાપ્ત કરવા અમદાવાદનો દાવો કરવામાં આવ્યો છે જેની ચકાસણી માટે યુનેસ્કોની ટીમ અમદાવાદમાં છે. બુઘવારે ટીમે ભદ્ર પ્લાઝા સહિતના ઐતિહાસિક સ્થાપત્યોની બારીકાઈપૂર્વક ચકાસણી કરી છે. યુનેસ્કોની ટીમના એક સભ્યની સાથે દિલ્હીથી હેરિટેજ એક્સપર્ટ પણ સાથે છે. બપોરે ટીમે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી. અને સાંજે પુન: અમુક સ્થાપત્યોની ચકાસણી કરી હતી. આવતીકાલે પણ ટીમનું ઈન્સ્પેક્શન જારી રહેશે અને સાંજે મેયર સાથે ડિનર અને નાટકનો કાર્યક્રમ માણશે.

સવારે 6.45 વાગ્યે યુનેસ્કોની ટીમ મ્યુનિ.ના એક અધિકારીને સાથે રાખી ઐતિહાસિક સ્થાપત્યોની ચકાસણી માટે નીકળ્યા હતા. બપોર સુધીમાં તેમણે તબક્કાવાર ચાર સ્થાપત્યોની ચકાસણી કરી હતી. જેમાં સૌથી પહેલા ભદ્ર પ્લાઝાની મુલાકાત લીધી હતી. ત્યારબાદ સુલતાન અહેમદશાહની મસ્જિદ જોઈ હતી. ઐતિહાસિક એલિસબ્રિજ અને તેના છેડે આવેલ માણેકબુરજની ચકાસણી કરી હતી. ઉપરાંત બપોરે પશ્ચિમ ઝોનની કચેરી ખાતે જરૂરી પ્રેઝન્ટેશન નીહાળ્યું હતું.

માણેક બુરજની મુલાકાતે યુનેસ્કોની ટીમ

અન્ય સમાચારો પણ છે...