તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મોટાભાગના દર્દીઓ શીખાઉ ડોક્ટર નર્સના ભરોસે

મોટાભાગના દર્દીઓ શીખાઉ ડોક્ટર-નર્સના ભરોસે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિવિલ હોસ્પિ.માં 9 મહિનામાં ન્યુમોનિયાના 428 દર્દીનાં મોત

અમદાવાદસહિત સમગ્ર રાજ્યમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે ત્યારે છેલ્લા 9 મહિનામાં સિવિલમાં ન્યુમોનિયાની સારવાર માટે દાખલ થયેલાં 550માંથી 428 દર્દીનાં મોત થયાં છે. જેનું મુખ્ય કારણ હોસ્પિટલનાં ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની બેદરકારી, સિનિયર ડોક્ટરોની વારંવાર બદલી ઉપરાંત દર્દીને ક્રોસ ઇન્ફેક્શન જવાબદાર છે.

સિવિલમાં એકતરફ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જ્યારે બીજી તરફ એમસીઆઇનાં ઇન્સ્પેક્શનને કારણે રાજ્ય સરકાર દ્વારા સિનિયર ડોક્ટર્સની બદલી કરી દેવામાં આવે છે. જેથી ન્યુમોનિયાની સારવાર માટે આવતાં દર્દીઓ રેસિ.ડોક્ટરો અને નર્સને હવાલે હોય છે.આઇસીયુમાં 48 વેન્ટિલેટર છે પરંતુ તે સ્વાઇન ફ્લૂ, ટીબી, ન્યુમોનિયા જેવાં રોગો માટે ફાળવેલા હોવાથી જરૂર પડે ત્યારે દર્દીને વેન્ટિલેટરની સુવિધા પ્રાપ્ત થતી નથી. સિવિલનાં આંકડા મુજબ 9 મહિનામાં સૌથી વધુ 428 દર્દીનાં મોત ન્યુમોનિયાથી, કમળાથી 57, વાઈરલ ફિવરથી 38, સ્વાઇન ફ્લૂથી 22 અને ઝેરી મેલેરિયાથી 4નાં મોત થયાં છે. જેમાં સૌથી વધુ ન્યુમોનિયાથી મોત થનારની સંખ્યા સૌથી વધુ છે. સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. એમ. એમ. પ્રભાકરનાં મુજબ, સિવિલમાં ન્યુમોનિયાનાં 70 ટકા દર્દી પ્રાઇવેટ હોસ્પિટલમાંથી છેલ્લી ઘડીએ આવે છે. કારણે તેમના મોત થાય છે.

મંજૂરીવિના એરકુલર રાખતા 16 રેસિ. તબીબોને નોટિસ : વીએસહોસ્પિટલમાં મેયર ગૌતમ શાહ અને કમિશનર મુકેશકુમારે રાઉન્ડ લીધો હતો. ડોક્ટર ક્વાર્ટસ ખાતે 10, લોબીમાં 8 તેમજ નર્સિંગ હોસ્ટેલમાં ત3 એરકૂલર ગેરકાયદે મળી આવ્યા હતા.પૂર્વમંજૂરી વિના મુકાયા હોવાથી તેમજ મચ્છરોના ઉત્પત્તિ સ્થાન હોવાના કારણે 16 રેસિડેન્ટ તબીબોને નોટિસ અાપવામાં આવી છે.

સિવિલમાં સપ્ટે.માં નોંધાયેલા દર્દીઓ

રોગ કુલ કેસ મોત

સ્વાઇનફ્લૂ 0000

ડેન્ગ્યુ1572

ચિકનગુનિયા 120

ઝેરીમેલેરિયા 214

સાદોમેલેરિયા 6938

વાઈરલફિવર 135

કમળો1674

ઝાડાઊલટી 50

જાન્યુ.-સપ્ટે. સુધીમાં સિવિલમાં 553 મોત

રોગ કુલ કેસ મોત

ન્યુમોનિયા550428

સ્વાઇનફ્લૂ 5822

ડેન્ગ્યુ2743

ઝેરીમેલેરિયા 554

સાદોમેલેરિયા 4411

વાઈરલફિવર 6938

કમળો229457

કુલ3741553

વીએસ હોસ્પિટલના વધુ ચાર રેસિડેન્ટ ડોક્ટર ડેન્ગ્યુની ઝપટે ચઢ્યા છે. છેલ્લા બે મહિનામાં તબીબોને ડેન્ગ્યુ થયાના 25 કેસ નોંધાયા છે. અહીં હોસ્પિટલમાં મૂકવામાં આવેલા પાણીના કૂલરોની યોગ્ય સફાઈ નહીં થતી હોવાના કારણે તેમને ડેન્ગ્યુનો થયો હોવાનો સ્વીકાર ખુદ મેયર ગૌતમ શાહે કર્યો છે. સાથોસાથ શહેરમાં છેલ્લા 25 દિવસમાં મેલેરિયા, ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના 2200 જેટલા કેસ નોંધાયા છે.

બે મહિનામાં વીએસના 25 ડોક્ટરને ડેન્ગ્યુ

અન્ય સમાચારો પણ છે...