તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • યુનિવર્સિટીના અધિકારીનો મહિલાકર્મી સાથે પ્રેમાલાપ

યુનિવર્સિટીના અધિકારીનો મહિલાકર્મી સાથે પ્રેમાલાપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગુજરાતયુનિવર્સિટીમાં ફરજ બજાવતા અેક અધિકારી તાજેતરમાં યુનિવર્સિટી સંકુલમાં એક મહિલા કર્મચારી સાથે બંધ ચેમ્બરમાં પ્રેમાલાપ કરતા કરતાં પકડાઈ ગયા હોવાની ચર્ચા હાલમાં જોરશોરથી ચાલી રહી છે. રોમેન્ટિક ઘટનાક્રમના પગલે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ભારે ઉત્તેજના છવાઈ ગઈ છે અને સહુ કોઈ ખાનગીમાં મામલે ગપસપ કરી રહ્યા છે. અંગે ઉચ્ચ સત્તાવાળાઓ સમક્ષ કોઈ પણ પ્રકારની રજૂઆત કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

શિક્ષણ વર્તુળોમાં થતી ચર્ચા અનુસાર ગુજરાત યુનિવર્સિટીના એક ઉચ્ચ અધિકારી કેમ્પસમાં અાવેલી એક ચેમ્બરમાં લાઈટ બંધ કરીને મહિલા સહકર્મચારી સાથે શંકાસ્પદ હાલતમાં પ્રેમાલાપ કરી રહ્યા હતા. દરમિયાન સુરક્ષા કર્મચારીએ ચેમ્બરને બંધ જોઈને બહારથી લોક લગાવી દીધું હતું. દરમિયાન થોડોક સમય પસાર થયા બાદ વહીવટી અધિકારીએ ચેમ્બરનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દરવાજો ખૂલતા તેમણે પોતાના સાથી કર્મચારીને બોલાવીને ચેમ્બરનો દરવાજો ખોલાવ્યો હતો. સમગ્ર ઘટનાક્રમ શિક્ષણ વર્તુળમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

ઉચ્ચ સત્તાવાળાઓનો સંપર્ક કરતા તેમણે પ્રકારની ઘટનાની ફરિયાદ મળી હોવાનું કહ્યું છે.

ઈલૂ-ઈલૂ ચાલતું હતું તે ચેમ્બરમાં પૂરાયા

અન્ય સમાચારો પણ છે...