તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સ્કૂલવર્ધીની બસનો રંગ પીળો નહિ હોય તો RTOની પરમિટ નહીં

સ્કૂલવર્ધીની બસનો રંગ પીળો નહિ હોય તો RTOની પરમિટ નહીં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્કૂલવર્ધીમાં જોડાયેલી તમામ બસોનો કલર પીળો રાખવાની રાજ્ય સરકારની ગાઇડલાઇન છે. પીળા કલરવાળી બસને ખાનગી બસોની સરખામણીમાં આરટીઓ ટેક્સમાં 80 ટકા રાહત આપવામાં આવે છે. ટેક્સમાં રાહત મેળવતી બસો પીળો કલર નહીં રાખી જાહેર રજા અને વેકેશનમાં બસનો અન્ય વ્યવસાયમાં ઉપયોગ કરે છે. જેને ધ્યાનમાં રાખી પીળા કલર વગરની સ્કૂલ બસોને હવેથી પરમિટ નહીં આપવાનો આરટીઓએ સત્તાવાર નિર્ણય કર્યો છે. વાર્ષિક ટેક્સ ભરવા આવે ત્યારે ઇન્સ્પેક્ટરે પરમિટ ફોર્મમાં બસને પીળો કલર છે, તેવી ફરજિયાત નોંધ પણ કરવાની રહેશે.

સુભાષબ્રિજ એઆરટીઓ ડી.એચ.યાદવે જણાવ્યું હતું કે સ્કૂલ બસોને ખાનગી બસો કરતા આરટીઓ ટેક્સમાંં 80 ટકા રાહત અપાય છે. છતાં સ્કૂલ બસોનો અન્ય વ્યવસાયમાં ઉપયોગ કરવામાં આવે છે. અંગે કેટલીક ફરિયાદો પણ મળી છે. જોકે હાલ તપાસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...