તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ | રાજકોટનીસત્યસાંઇ હોસ્પિટલને ઉપક્રમે રવિવારે અમદાવાદમાં ગુજરાત લૉ સોસાયટી ખાતે

અમદાવાદ | રાજકોટનીસત્યસાંઇ હોસ્પિટલને ઉપક્રમે રવિવારે અમદાવાદમાં ગુજરાત લૉ-સોસાયટી ખાતે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | રાજકોટનીસત્યસાંઇ હોસ્પિટલને ઉપક્રમે રવિવારે અમદાવાદમાં ગુજરાત લૉ-સોસાયટી ખાતે હૃદયરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પમાં 536 જેટલાં હૃદયરોગનાં દર્દીએ ભાગ લીધો હતો તેમાંથી જરૂરિયામંદ લોકોને વિનામૂલ્યે રાજકોટ ખાતે ઓપરેશન કરી આપવામાં આવશે. ઉદઘાટન સમારંભમાં જાણીતા ફિલ્મ કલાકાર બોમન ઇરાની, રાજસ્થાન હાઇકોર્ટનાં ન્યાયમૂર્તિ કલ્પેશભાઇ ઝવેરી, જાણીતા કાર્ડીયોલોજિસ્ટ ડો. તેજસ પટેલ, જી.એલ. એસ. યુનિવર્સિટીનાં સુધીરભાઇ નાણાવટી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગૌતમભાઇ ચોક્સી, અગ્રવાલ બિલ્ડરનાં ચીમનભાઇ અગ્રવાલ, રત્નમણિ ગ્રૂપનાં પ્રકાશ સંઘવી, ભગવતી ફલોર મિલ્સ પ્રા.લિ.નાં નીતિન પટેલ, ગુજરાતી ફિલ્મ નિર્માતા અભિષેક જૈન, ગ્રાન્ડ ભગવતી ગ્રૂપનાં નરેન્દ્ર સોમાણી, જેડ બ્લ્યૂનાં જીતુભાઇ ચૌહાણ, કે.બી. ઝવેરી એન્ડ કંપનીના કંચનભાઇ ઝવેરી, બાન્કો ગ્રૂપનાં સમીર પટેલ અને મેહુલ પટેલ પૂર્વ ડાયરેકટર જનરલ ઓફ પોલીસ પી.સી. પાન્ડે તેમજ બી સફલ એન્ડ કંપનીનાં રાજેશ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

સત્યસાંઈ હોસ્પિ. દ્વારા હૃદયરોગ નિદાન કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...