તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ક્રૂરતા અને સ્વાર્થથી હિંસા પેદા થાય છે : રાજયશસૂરિશ્વરજી

ક્રૂરતા અને સ્વાર્થથી હિંસા પેદા થાય છે : રાજયશસૂરિશ્વરજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે પદ્મશ્રી મુઝફ્ફરહુસેન હાજરી આપશે

સોલારોડ જૈનસંઘ તથા યુવક મહાસંઘ દ્વારા ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મસાની ૩૦મી પુણ્યતિથિ નિમિત્તે જૈનાચાર્ય રાજયશસૂરીશ્વરજી મસાની નિશ્રામાં ચાલી રહેલા અહિંસા અષ્ટાન્હિકા મહોત્સવના બીજા દિવસે તેમણે જણાવ્યું હતું કે, પ્રાણી માત્રમાં પ્રેમ પામવાની અને પ્રેમ આપવાની વૃત્તિ સ્વાભાવિક રીતે જોવામાં આવે છે. માનવ તેના બાળ-બચ્ચાને ખૂબ પ્રેમથી મોટા કરે છે. પોતાની સંતતિને પ્રેમથી ભરી દે છે. પોતાની સંતતિનો પ્રેમ પામીને વડીલો ધન્યતા અનુભવતા હોય છે. જ્યાં પ્રેમ હોય છે ત્યાં કોઈને પીડા કરવાની, કોઈને દુ:ખી કરવાની કોઈને યાતના કરવાની ભાવના આવતી નથી. આવી સુંદર પ્રેમ ભાવના આખરે અહિંસા ભાવના છે હિંસા તો સ્વાર્થથી પેદા થાય છે. ક્રૂરતાથી પેદા થાય છે. પારકાની પીડાને નહીં સમજવાથી પેદા થાય છે.

મંગળવારે પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડૉ. મુઝફ્ફરહુસેન પધારશે જેઓ ઇસ્લામ ધર્મના અનુયાયી હોવા છતાં અહિંસા અને શાકાહારનો જબરદસ્ત પ્રચાર કરી રહ્યા છે. મસાએ કહ્યું હતં કે, યુનોએ બીજી ઓક્ટોબરને અહિંસા દિવસ જાહેર કરી દુનિયાના તમામ હિંસાવાદી, આંતકવાદી, આત્મહત્યા કરનારાઓને લલકાર્યા છે બધી પ્રવૃત્તિ બંધ કરી સૌ અહિંસામાં આવો ભય અને સંરક્ષણની તીવ્ર ભાવનામાંથી હિંસા જન્મે છે. પણ આવી ભાવનાથી જન્મેલી હિંસા આખરે સર્વનાશ તરફ લઇ જાય છે. જગત હજી પણ હિરોશીમા અને નાગાસાકીના બોમ્બમારાથી ધ્રુજી ઊઠે છે. આશા કરીએ છીએ કે વિશ્વ તમામ શસ્ત્રોથી દૂર રહી પ્રેમ, અહિંસાને અપનાવી શાંતિ સ્થાપે.

દિલીપબાબાએ જણાવ્યું હતું કે, હું અજૈન હોવા છતાં રાત્રી ભોજન ત્યાગ, ચંપલનો ત્યાગ, ધનનો ત્યાગ કર્યો છે. મહારાષ્ટ્રના નાના નાના ૨૮ ગામોમાં અંધશ્રદ્ધાના નામથી સેંકડો વર્ષોથી ચાલી આવેલી બલિપ્રથા ને સંપૂર્ણ નાબૂદ કરીને ૪૫ લાખ પશુ-પક્ષીને બચાવી લીધા છે. પ્રભુ મહાવીરની અહિંસા મને ગમે છે આથી જૈન ધર્મના ચારેય સંપ્રદાય ના ધર્મગુરુઓના આશીર્વાદ, પ્રેરણા માર્ગદર્શનથી બલિપ્રથા બંધ કરવામાં હું સમર્થ બન્યો છું.

અહિંસા અષ્ટાન્હિકા સપ્તાહમાં શ્રાવકોને શીખ

અન્ય સમાચારો પણ છે...