તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આતંકીઓ બોટ દ્વારા મુંબઈમાં ઘૂસ્યા હતા

આતંકીઓ બોટ દ્વારા મુંબઈમાં ઘૂસ્યા હતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘કુબેર’ બોટના ખલાસીની પત્નીની વળતર માટે પિટિશન

પાકિસ્તાનપ્રેરિત આતંકવાદનો શિકાર બનનાર નાગરિકો કે સૈનિકો માટે જ્યાં દેશભરમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ રહી છે ત્યારે મુંબઇ હુમલા દરમિયાન આતંકવાદીઓનો પ્રથમ શિકાર બનેલા કુબેર બોટના ખલાસીઓ પૈકી ચાર આજે પણ પોતાને મળવા જોઇતા વળતરથી વંચિત છે. જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકાના રમેશબાઇ બાંમભણિયાના પત્નીએ હાઇકોર્ટમાં પિટિશન કરી દાદ માગી છે કે, સરકાર હવે કાયદા પ્રમાણે તેમના પતિને મૃત જાહેર કરી તેમને મળવા જોઇતા સરકારી જમીન, વીમા સહિતના લાભો સત્વરે ચૂકવવા જોઇએ. કેસમાં હાઇકોર્ટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર સહિત અન્યોને નોટિસ પાઠવી કેસની વધુ સુનાવણી આગામી 8મી નવેમ્બર પર મુલતવી રાખી છે.

કેસમાં જશીબેન બાંભણિયાએ એડ્વોકેટ આનંદ યાજ્ઞિક મારફત કરેલી પિટિશનમાં એવી રજૂઆત કરી છે કે, તેમના પતિ જ્યારે કુબેર બોટમાં હતા ત્યારે પાકિસ્તાનથી આવેલા કસાબ સહિતના આતંકવાદીઓએ તેમના પતિ સહિત પાંચ વ્યક્તિની બોટમાં હત્યા કરી હતી. જેમાં રમેશભાઇ બાંભણિયા સહિત ચાર વ્યક્તિની લાશ મળી હતી. તેમને લગ્ન જીવનથી 4 બાળકો હતા. તેમના પતિના લાશ નહીં મળતા સરકારે તેમને વળતરની રકમ ચૂકવી હતી. કાયદા પ્રમાણે લાશ મળતા તેમને સાત વર્ષ સુધી ગુમ માનવામાં આવે છે તે સંજોગોમાં 26મી નવેમ્બર 2015ના રોજ તેમના પતિને ગુમ થયે સાત વર્ષ થવા છતાં પણ હજુ સુધી તેમને જરૂરી વળતર ચૂકવવામાં આવ્યું નથી.

અરજદાર તરફે માગ કરાઇ છેકે, તેમને તે સમયે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા માત્ર રૂ. 50 હજાર આપવામાં આવ્યા હતા. તે સિવાય કોઇ નાણાં અપાયા નથી. ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ દ્વારા તેમના પતિને 2014માં સાત વર્ષ પૂર્ણ થતાં હોવાથી તેમને તે સમયથી વ્યાજ સહિત તેમને મળવી જોઇતી રકમ ચૂકવવામાં આવે. તે ઉપરાંત કેન્દ્ર સરકાર આતંકવાદ કે નક્સલવાદનો ભોગ બનનારને ચૂકવવામાં આવતી સહાય પણ તેમને મળવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...