તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મની લોન્ડરિંગ કેસમાં અધિકારી પર તવાઈ ચાલુ

મની લોન્ડરિંગ કેસમાં અધિકારી પર તવાઈ ચાલુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈડીએ પ્રદીપ શર્માની રૂ.1.22 કરોડની મિલકત ટાંચમાં લીધી

એન્ફોર્સમેન્ટડિરેક્ટોરેટ (ઈડી)એ, ગુજરાત કેડરના આઈ.એ.એસ. ઓફિસર પ્રદીપ શર્માના ગાંધીનગર ખાતેના નિવાસ સ્થાનનો બાકીનો 65 ટકા હિસ્સો અને દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા ગામમાં આવેલ 4,856 ચો. મી. જમીન ટાંચમાં લીધી છે. પ્રદીપ શર્માના ગાંધીનગરના રહેઠાણ (બંગલા)ના 65 ટકા હિસ્સાની કિંમત રૂ. 72 લાખ, 82 હજાર તેમજ અમરાજી મુવાડા ગામમાં આવેલી જમીનની કિંમત રૂ. 21 લાખ, 85 હજાર છે. અત્યાર સુધીમાં ઈ.ડી.એ પ્રદીપ શર્માની રૂ. 1 કરોડ, 22 લાખની મિલકત ટાંચમાં લીધી છે અને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.

ઈ.ડી.ના સૂત્રોના જણાવ્યાનુસાર, પ્રદીપ શર્મા ભુજમાં કલેક્ટર હતા તે વેળા પોતાની સત્તાનો દુરુપયોગ કરીને વેલસ્પન કંપનીને સસ્તા ભાવે જમીન ફાળવીને રાજ્યની તિજોરીને નુકસાન પહોંચાડ્યું હતું. ઈ.ડી., પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ પ્રદીપ શર્મા સામે તપાસ હાથ ધરી રહ્યું છે. અગાઉ, ઈ.ડી.એ, તા.29 સપ્ટેમ્બર, 2014ના રોજ રૂ. 28 લાખની પ્રદીપ શર્માની મિલકત ટાંચમાં લીધી હતી. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ઈ. ડી.એ, તા.31 જુલાઈ, 2016ના રોજ પ્રદીપ શર્માની ધરપકડ કરી છે તથા પીએમએલએ કોર્ટે પ્રદીપ શર્માને 7 દિવસના રિમાન્ડ આપ્યા હતા. હાલ, પ્રદીપ શર્માને સાબરમતી જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રખાયા છે.

પ્રદીપ શર્માએ, પોતાના કાર્યકાળ દરમિયાન મેળવેલ અને એકત્રિત કરેલ જંગી રકમ પૈકી મોટી રકમ હવાલા મારફતે વિદેશ મોકલી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આથી વિદેશમાં મોકલવામાં આવેલી માનવામાં આવતી રકમ જેટલી કિંમતની ભારતમાં આવેલી પ્રદીપ શર્માની મિલકત પી.એમ.એલ.એ. એક્ટ, 2002ની કલમ- 5 (1) હેઠળ ટાંચમાં લેવાને પાત્ર છે.

અન્ય સમાચારો પણ છે...