તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફાઈ કામદારોના દેખાવો, 200ની અટક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
AMTSના કોન્ટ્રાક્ટ કર્મીના સૂત્રોચ્ચાર

પડતર માગણીઓના મુદ્દે AMTS કર્મચારીઓ, સફાઈ કામદારના દેખાવો: શહેરના લોકો બાનમાં

દલિતોનાઝૂંપડાં હટાવવા, લખુડી આવાસ કૌભાંડ અને સફાઈ કામદારોની કાયમી કરવાની માંગણીના મુદ્દા સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને માનવ ગરિમા દ્વારા સોમવારે બપોરે મ્યુનિ. કોર્પોરેશનની કચેરીએ દેખાવો અને ભારે સૂત્રોચ્ચાર કરાયા હતા. દરમિયાન પોલીસે તબક્કાવાર અટકાયતનો દોર શરૂ કરતા ભારે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસ સાથે હાથાપાઈની ઘટનાઓ પણ બની હતી તો સ્થિતિને કાબૂમાં લેવા લાઠીચાર્જ કરવા ઉપરાંત પોલીસે 200થી વધુ કાર્યકરોની અટક કરી હતી.

મહિલાસાથે અભદ્ર વર્તન : આજે ચક્કાજામ : દેખાવોદરમિયાન ગર્ભવતી મહિલા ઉપર દમન કર્યાના આક્ષેપ કરતાં દલિત આગેવાનો મંગળવારે સવારે ઈન્કમટેક્સ ખાતે રોડ ચક્કાજામ કરશે.

અન્ય સમાચારો પણ છે...