તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • યુથ ફેસ્ટિવલમાં પણ વિકાસ ગાંડો થયો!

યુથ ફેસ્ટિવલમાં પણ વિકાસ ગાંડો થયો!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
} વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા અને વીસી સહિતના મહાનુભાવો સમક્ષ પાસ્ટ માર્ચ કરતા વિદ્યાર્થીઓ.

} નવરસની થીમ પરની વેશભૂષામાં તૈયાર થઈને આવેલા વિદ્યાર્થીઓ.

યુથ ફેસ્ટિવલનો ઉપયોગ કરતા શીખો

ઘણાયંગસ્ટર્સ મલ્ટી ટેલેન્ટેડ હોય છે પણ ટેલેન્ટ રજૂ કરવા માટે પ્લેટફોર્મ મળતા તેઓ પોતાની પ્રતિભા બહાર લાવી શકતા નથી. યુનિવર્સિટીનો યુથ ફેસ્ટિવલ વિદ્યાર્થીઓ માટે પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓએ શીખવુ જોઈએ.

હિમાંશુપંડ્યા, કુલપતિ,ગુજરાતયુનિ.

} ફોક ડાન્સ કરવા આવેલા વિદ્યાર્થીઓએ પરફોર્મન્સ પહેલા પ્રેકટિસ કરી હતી. તસવીરમાં બેડા રાસની પ્રેટિસ કરતી વિદ્યાર્થિનીઓ.

} ભ્રષ્ટાચારના વિરોધની થીમ પર પાસ્ટ માર્ચ

} પાસ્ટ માર્ચમાં બળદ ગાડામાં એન્ટ્રી લેનારુ કોલેજનું ગ્રૂપ આકર્ષણનું કેન્દ્ર બન્યું.

આજની

ઈવેન્ટ્સ

}ક્વિઝ કોમ્પિટિશન

} વેસ્ટર્ન ડાન્સ

} વકૃત્વ સ્પર્ધા

} મિમિક્રી

} સ્ટ્રીટ પ્લે

} સોલો ડાન્સ પરફોર્મન્સ

} કાર્ટુનિંગ

} કલાસિકલ સિગિંગ

સિટી રિપોર્ટર | અમદાવાદ

નરોડાકોલેજના યજમાન પદે ગઈકાલે ગુજરાત યુનિવર્સિટીના ‘યુથ ફેસ્ટિવલ’નો સરદાર પટેલ મેમોરિયલ હૉલ ખાતે પ્રારંભ થયો હતો. વહેલી સવારે ગુજરાત યુનિવર્સિટીની વિવિધ કોલેજોની પાસ્ટ માર્ચ યોજાઈ હતી. જેમાં ડિજિટલ ઈન્ડિયા, નારી સન્માન, બેટી બચાવો, સ્ત્રી શિક્ષણ, સોશિયલ મીડિયા, નવરસ, રાજકારણ જેવી વિવિધ થીમ પર વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના વી.સી સમક્ષ પાસ્ટ માર્ચ કરી હતી. માર્ચમાં જ્યારે મોદીનુ માસ્ક પહેરીને આવેલા સ્ટુડન્ટની એન્ટ્રી થઈ ત્યારે ‘તારો વિકાસ ગાડો થયો છે’ એવી કોમેન્ટ્સ પાસ થતા ડમી મોદીએ પણ હસતા હસતા ‘હા, મિત્રોં મારો વિકાસ ગાડો થયો છે’ કહેતા હળવુ હાસ્ય સર્જાયુ હતુ.

યુથ ફેસ્ટિવલના ઈનોગ્રેશન સમયે ખાલી ખમ દેખાતી ખુરશીઓ હાઈવોલ્ટેજ ફોક ડાન્સ કોમ્પિટિશનનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓથી ભરાઈ ગઈ હતી. પોતાની કોલેજની ટીમને ચિયર-અપ કરવા માટે મોટી સંખ્યામાં સ્ટુડન્ટસે હાજરી આપી હતી. ફોક ડાન્સમાં 12 ગ્રૂપના એક પછી એક પરફોર્મન્સ યોજાયા હતા. જેમાં ગુજરાતી ગરબા, રાજસ્થાની ફોક ડાન્સ,હૂડો રાસ, ટિપણી રાસમાં યંગ ટેલેન્ટનો પરિચય ઉપરાંત ભારતીય સંસ્કૃતિની ઝાંખી થઈ હતી. ફોક ડાન્સમાં શહેરની કોલેજો અને ગ્રામિણ વિસ્તારની કોલેજો વચ્ચે કાંટે કી ટક્કર થઈ હતી.

Guj Uni. Youth Festival

અન્ય સમાચારો પણ છે...