તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘થેંક યુ પાપા’ પર સ્ટોરી ટેલિંગ કોન્ટેસ્ટ

‘થેંક યુ પાપા’ પર સ્ટોરી ટેલિંગ કોન્ટેસ્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
} કોન્ટેસ્ટ અંતર્ગત અમદાવાદ સહિત દેશભરનો કોઈ પણ નાગરિક તેમાં ભાગ લઈ શકે છે.

} ભાગ લેનારે 300 શબ્દોમાં પોતાના પિતાના યોગદાનને લગતું લખાણ કે નિબંધ(હિન્દી કે અંગ્રેજીમાં) લખીને www.mygov.in/task/thankyoupapa-story-telling-contest મોકલવાનું રહેશે.

} પ્રથમ પાંચ વિજેતાઓને સરપ્રાઈઝ ઈનામો અપાશે.

} કોન્ટેસ્ટ ‘બેટી બચાઓ’, ‘બેટી પઢાઓ’ મૂવમેન્ટને સપોર્ટ કરવા માટેની છે.

કોન્ટેસ્ટમાં દેશનો કોઈપણ નાગરિક ભાગ લઈ શકશે

િસટી રિપોર્ટર | અમદાવાદ

મિનિસ્ટ્રીઓફ વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ દ્વારા ‘સ્ટોરી ટેલિંગ’ પર કોન્ટેસ્ટ શરૂ કરવામાં આવી છે. તેમાં 18 જુલાઈ સુધી એપ્લિકેશન કરી શકાય છે. કોન્ટેસ્ટનું નામ ‘થેંક યુ પાપા’ રાખવામાં આવ્યું છે. કોન્ટેસ્ટ અંતર્ગત ‘બેટી બચાઓ’, ‘બેટી પઢાઓ’ મૂવમેન્ટના સપોર્ટમાં એવા પિતા કે જેમણે પોતાની પુત્રીના એજ્યુકેશન માટે સપોર્ટ કર્યો હોય અને મર્યાદાઓથી બહાર જઈને તેને આગળ વધારી હોય તે વિષય પર 300 શબ્દોમાં પોતાનું લખાણ કે નિબંધ લખવાનો રહેશે. ત્યારબાદ પીડીએફ ફોર્મેટમાં ફાઈનલ અપલોડ કરવાની રહેશે. તેની સાથે બે મિનિટના વિઝ્યુયલ યૂ-ટ્યૂબ પર અપલોડ કરીને તેની લિંક પોર્ટલ પર આપવાની રહેશે. www.mygov.in/task/thankyoupapa-story-telling-contest લિંક પર જઈને તેની માટે રજિસ્ટર કરાવી શકો છો. સ્ટોરી ટેલિંગ કોન્ટેસ્ટ અંગે વાત કરતાં જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટના હેડ ડો.સોનલ પંડ્યાએ કહ્યું કે,‘બાળકની બાયોલોજિકલ જરૂરિયાત 1 વર્ષ સુધી મધર પૂરી કરી શકે છે પછી તો પિતાની જવાબદારી પણ એટલી છે. દિકરો હોય કે દિકરી અને મા હોય કે બાપ આપણે સમાનતા સાથે આગળ વધીશું તો ભારત ચોક્કસ આગળ આવશે જ. પ્રકારની કોન્ટેસ્ટમાં એવી છોકરીઓ કે જેમની લાઈફમાં પિતાનું અનન્ય યોગદાન છે તેવી અસામાન્ય સ્ટોરી બહાર આવશે. સમાજમાં આપણને એવી અનેક દિકરીઓ જોવા મળે છે જેઓ બાળપણમાં ‘મા’ વિનાની થઈ ગઈ હોય અને પછી પિતાએ પેટે પાટા બાંધીને તેને ભણાવી હોય અને સારા હોદ્દા પર હોય.

Story telling

અન્ય સમાચારો પણ છે...