તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઈન્દિરા ગાંધી ઓપન યુનિ.ના નવા કોર્સની જાહેરાત

ઈન્દિરા ગાંધી ઓપન યુનિ.ના નવા કોર્સની જાહેરાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્દિરા ગાંધી ઓપન યુનિ.ના નવા કોર્સની જાહેરાત

અમદાવાદ | ઈન્દિરાગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી દ્વારા 4 નવા ઈનિશીએટિવ શરૂ કરવામાં આવ્યા છે. ઈગ્નુના બીએ, બીકોમ, બીટીએસ, બીએસસી, બીસીએ, બીએસડબલ્યું કોર્સમાં હવે એસસી એસટી સ્ટુડન્ટ્સને ફ્રી એજ્યુકેશન મળશે. તે ઉપરાંત બીજા કોર્સમાં પણ તેમને ફીની છૂટ અપાશે. ઉપરાંત ટ્રાન્સજેન્ડર માટે તમામ કોર્સમાં પ્રવેશ ફ્રી કરી દેવાયો છે. ઈગ્નુમાં હવે કોઈ સ્નાતક (સામાન્ય વર્ગ 50 ટકા અને રિઝર્વ કેટેગરી 45 ટકા) પ્રવેશ પરીક્ષા આપીને એમબીએ કરી શકશે. વર્ક એક્સપિરિયન્સ હોય તે લાયકાતમાંથી છૂટ આપી દેવાઈ છે. તેની માટે એપ્લિકેશનની અંતિમ તારીખ 15 જુલાઈ છે. એન્ટ્રન્સ એક્ઝામ 20 ઓગસ્ટે લેવાશે. ઈગ્નુ દ્વારા સંચાલિત એગ્રિકલ્ચર રિલેટેડ કોર્સમાં તમામ રૂરલ એરિયાના સ્ટુડન્ટ્સને માત્ર 50 ટકા કોર્સ ફી આપવી પડશે.

Edu. Update

અન્ય સમાચારો પણ છે...