તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કપાસના ઉત્પાદનમાં કાપની દહેશત સુધારો : ચણા ઉંચકાયા

કપાસના ઉત્પાદનમાં કાપની દહેશત સુધારો : ચણા ઉંચકાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશમાં ચાલુ વર્ષે કપાસના વાવતેર વિસ્તારમાં વધારો નોંધાયો હોવા છતાં ઉત્પાદનમાં ઘટાડાના અહેવાલે બજારમાં મજબૂતી જોવા મળી રહી છે. વાવેતર મથકો પર અનિયમિત વરસાદના કારણે હેક્ટર દીઠ ઉત્પાદક્તામાં ઘટાડો આવશએ જેના કારણે રૂનું ઉત્પાદન ઘટીને 360 લાખ ગાંસડી રહેશે તેવો નિર્દેશ ઇકરાએ મુક્યો છે. જોકે સરકારી ઉત્પાદનનો અંદાજ નીચો છે જેના કારણે કપાસમાં ઘટાડો અટકી ગયો છે. જોકે, નવા કપાસની આવકો થવા લાગી છે જુના માલોનો સ્ટોક નથી એટલા માટે હાલ બજારમાં ઘટાડાના સંકેતો નહિંવત્ છે. તેલીબિયાંના ઉત્પાદનમાં ઘટાડાના પગલે ખાદ્યતેલોની સ્ટોક લિમિટ એક વર્ષ માટે લંબાવી દીધી છે. ખાદ્યતેલોમાં ભાવ સપાટી ઉંચી આવી હોવાથી લંબાવાની જાહેરાત કરાઇ છે. સપ્ટેમ્બર 2017 સુધી અમલી બને તે માટે સ્ટોક લિમિટ લાગુ કરાઇ હતી જે સપ્તાહમાં પૂરી થવા જઇ રહી હતી તેને ફરી એક વર્ષ સુધી લંબાવી દેવામાં આવી છે. ચાલુ વર્ષે ખરીફ તેલીબિયા પાકોનું ઉત્પાદન ઘટીને 206.79 લાખ ટન થવાનો અંદાજ છે જે અગાઉના વર્ષે 224 લાખ ટન રહ્યું હતું.

આજે મોટા ભાગની એગ્રી કોમોડિટીમાં મજબૂત સ્થિતી જોવા મળી હતી. રૂપિયા સામે ડોલર સતત મજબૂત બની રહ્યો હોવાના કારણે અને નીચા ભાવથી નિકાસકારોની ખરીદી ખુલશે તેવી માન્યતાએ ભાવ સપાટી મજબૂત બની રહી છે. ખાસકરીને એરંડામાં હૈદરાબાદ ખાતે નવા માલોની આવકોનું પ્રેશર વધી રહ્યું છે પરંતુ જુના માલોનો સ્ટોક નહિંવત્ હોવાથી અને લાંબાગાળાથી શિપર્સોની ખરીદી અટવાઇ પડ્યા બાદ નિકાસ માગથી ખુલતા ભાવ મજબૂત રહ્યાં છે. આજે મોટા ભાગના સેન્ટરો પર હાજરમાં એરંડા 900 ઉપર ક્વોટ થતા હતા. જ્યારે વાયદામાં 4600ની સપાટી કુદાવી 4615 રહ્યો હતો. ક્રૂડની બે તરફી વધઘટ પાછળ ગવાર-ગમમાં પણ ભાવ સપાટી અથડાઇ ગઇ છે.

ખાદ્યતેલોની સ્ટોક લિમિટ એક વર્ષ લંબાઇ

અન્ય સમાચારો પણ છે...