વટવા ગેસ ગળતર કેસ: કોન્ટ્રાક્ટરની ધરપકડ કરાઈ
વટવાજીઆઈડીસી ફેઝ-2માં આવેલી એડવાન્સ ડાયસ્ટફ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં 18 સપ્ટેમ્બરના રોજ વેસલ (ટાંકી) સાફ કરવા ઉતરેલા આઠ મજુરો ટાંકીમાં ફસાઈ ગયા હતા. જેમાંથી પાંચ મજુરોના મોત નિપજ્યાં હતાં. જ્યારે 3 મજુરોની હાલત ગંભીર હતી. કેસમાં વટવા જીઆઈડીસી પોલીસે કંપનીના લેબર કોન્ટ્રાક્ટર મનીષ ચૌધરીની ધરપકડ કરી લીધી છે. કેસમાં વટવા જીઆઈડીસી પોલીસે અત્યાર સુધીમાં સતેન્દ્ર શાહ, જીત રોય, કિરણ પટેલની ધરપકડ કરી હતી. આમ ગેસ ગળતર કેસમાં પોલીસે અત્યાર સુધી કુલ 5 આરોપીની ધરપકડ કરી લીધી છે.
વટવા જીઆઈડીસી ફેઝ-2માં આવેલી એડવાન્સ ડાયસ્ટફ ઈન્ડસ્ટ્રીઝ કંપનીના વેસલ સાફ કરતી વખતે ગેસ ગળતર થતા કુલ 6 વ્યક્તિઓ શૈલેન્દ્ર દિવાકર, પુરણ દિવાકર, ભરત દિવાકર, બંટીસીંગ દિવાકર, માનસીંગ અને સર્વેસ દિવાકરના મોત થયા હતા. જ્યારે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એડવાન્સ ડાયસ્ટફ ઈન્ડસ્ટ્રીઝ કંપનીની વિજળી અને પાણીના કનેકશન કાપવા સહિતની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.