વિશ્વમાં સુરત સૌથી વિકસતું શહેર, રાજકોટ સાતમા ક્રમે

ઓક્સફર્ડ ઇકોનોમિક્સ અનુસાર, આગામી બે દાયકામાં આર્થિક વૃદ્ધિ માટે ટોચના 10 શહેરોમાં ભારતનું પ્રભુત્વ સાઉથ...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 02:06 AM
Ahmedabad News - latest ahmedabad news 020618
ફ્રેન્કફર્ટ/સુરત | આગામી બે દાયકામાં ભારતના શહેરો સૌથી વિકસતા શહેરોની યાદીમાં અગ્રેસર રહેશે. તેમાં પણ ગુજરાતના બે શહેર સુરત અને રાજકોટનો સમાવેશ તો ટોપ-10માં થાય છે. સુરત તો ટોચ પર છે. ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના સર્વે અનુસાર સુરતનો વાર્ષિક ગ્રોથ સરેરાશ 9.17 ટકાનો રહેવાની શક્યતા છે. જ્યારે ગુજરાતનું જ અન્ય શહેર રાજકોટ 8.33 ટકાના વૃદ્ધિદર સાથે સાતમા ક્રમે છે. ...અનુસંધાન પાના નં. 15

ટોપ 10 વિકસતા શહેર

રેન્ક શહેર વૃદ્ધિદર

1 સુરત 9.17%

2 આગ્રા 8.58%

3 બેંગ્લુરુ 8.50%

4 હૈદરાબાદ 8.47%

5 નાગપુર 8.41%

6 તિરુપુર 8.36%

7 રાજકોટ 8.33%

8 તિરુચિરાપલ્લી 8.29%

9 ચેન્નાઈ 8.17%

10 વિજયવાડા 8.16%

સરકારની સ્ટેબિલિટી, પોલિસી જરૂરી, હીરા બુર્સ અગત્યનું

હાલનો ગ્રોથ અને બજારની સ્થિતિ જોતા લાગે છે કે આ હાલ શક્ય નથી. પરંતુ જો સરકારની પોલિસી અને સરકારમાં જ સ્ટેબિલિટિ હોય તો આ શકય પણ છે. સુરતમાં મોટાભાગે અનઓર્ગેનાઇઝ સેકટર છે, જ્યારે મુંબઇ અને અમદાવાદમાં ઓર્ગેનાઇઝ છે. હાલ ડાયમંડ, ટેક્સટાઇલ અને રીઅલ એસ્ટેટની હાલત નબળી છે. જમીનોમાં વિદેશ અને દેશમાંથી ઇન્વેસ્ટમેન્ટ થયું છે. પરંતુ એ સેલ ત્યારે જ થશે જ્યારે ગ્રોથ હોય. આ ઉપરાંત સુરતમાં આગામી સમયમાં હીરા બુર્સ, મેટ્રો, નવુ રેલવે સ્ટેશન સહિતના અનેક વિકાસના કામો છે. મિતેશ મોદી, સી.એ.

2035માં સુરત સરકાર માટે સોનાની ખાણ

4 લાખ કરોડ ટેક્સ કલેકશન

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સરવેને જો સુરતના ટેક્સ કલેકશન સાથે જોડીએ તો આવનારા સમયમાં સુરત સરકાર માટે દુઝણી ગાય સાબિત થશે. વર્ષ 2035 સુધી સુરતમાંથી ડાયરેક્ટ અને ઇન ડાયરેકટ ટેક્સ કલેકશન પાંચ લાખ કરોડથી વધુ થઈ જશે. હાલ વર્ષ 2018માં આઇટી, જીએસટી અને કસ્ટમનું ટેક્સ કલેકશન 23 હજાર કરોડ છે. ત્રણેય ડિપાર્ટમેન્ટ અને સી.એ. જગતના સૂત્રો કહે છે કે જો આજની તારીખથી વર્ષ 2035 સુધી 20 ટકાના દરે ટેક્સ કલેકશન ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ વધતુ રહે તો સુરતથી ડાયરેક્ટ અને ઇન ડાયરેક્ટ ટેક્સ કલેકશનનો ફિગર ચાર લાખ કરોડથી વધુ જશે. સૂત્રો ઉમેરે છે કે હાલ દર વર્ષે 20 ટકાના દરે જ ટાર્ગેટમાં વધારો આવતો હોય છે.

X
Ahmedabad News - latest ahmedabad news 020618
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App