તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સરકારે HIV પેશન્ટ્સની ટ્રીટમેન્ટ માટે બજેટમાં વધારો કરવો જોઈએ

સરકારે HIV પેશન્ટ્સની ટ્રીટમેન્ટ માટે બજેટમાં વધારો કરવો જોઈએ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર cbamdavad@gmail.com

એચઆઈવી પોઝિટિવ લોકો પણ જીવનસાથીની પસંદગી કરી શકે તે માટે આઈઆઈએમ અમદાવાદ અને કોર્પોરેટ કંપનીના સહયોગથી ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પોઝિટિવ પીપલ દ્વારા મેરેજ પોર્ટલ લોન્ચ કરાયું છે. મેરેજ પોર્ટલના લોન્ચિંગ પ્રસંગે 2000ની સાલમાં મેરેજ પોર્ટલ બનાવવાના વિચારથી લઈને હાલ મેરેજ બ્યૂરો અને ત્યારબાદ મેરેજ પોર્ટલ બનાવવા સુધીની જર્નીમાં આવેલા ઉતાર-ચઢાવ અને સરકારની ઉદાસિનતા વિશે ખુલ્લા દિલે વાત કરી હતી. એચઆઈવી પોઝિટિવ દક્ષાબેને કહ્યું હતું કે, ‘1997માં જ્યારે મને એચઆઈવી ડિટેક્ટ થયુ ત્યારબાદ 2003માં અન્ય મિત્રો સાથે મળીને અમે જીએસએનપીપ્લસ સંસ્થા બનાવી. જેમાં આવતા એચઆઈવી પોઝિટિવ લોકોએ અમને મેરેજ બ્યુરોની પણ સેવા શરૂ થાય તેવી અપિલ કરી. આથી 2005માં અમે એચઆઈવી પોઝિટિવ લોકોના મેરેજ કરાવવાનું શરૂ કર્યુ ત્યાર બાદ 2016માં અમે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને મેરેજ બ્યુરો અને મેરેજ પોર્ટલ ડેવલપ કરી આપવા માટે સરકારને અરજી કરી પણ અમારો પ્રોજેક્ટ પાસ ન થતા અમે આઈઆઈએમ અમદાવાદ અને પ્રોઈવેટ કંપનીની સહયોગથી મેરેજ પોર્ટલ બનાવ્યું.

કેન્દ્રએ 2012થી 17 માટે 13 હજાર કરોડ ફાળવ્યા હતા
એચઆઈવી રોગના નિષ્ણાંત ડૉ. કેયુરે સરકારની નિતી વિશે વાત કરતા કહ્યું કે, ‘નાકો સંસ્થા જે સરકાર દ્વારા એચઆઈવીગ્રસ્ત લોકો માટે કામ કરે છે તેણે 2012થી 2017 સુધીની પંચવર્ષિય યોજનામાં એચઆઈવી રોગને અટકાવવા માટે 13 હજાર કરોડનું બજેટ ફાળવ્યુ છે. જેમાં દર્દીની સારવાર પાછળ 3500 કરોડ રૂપિયા જ્યારે પ્રિવેશન એટલે એચઆઈવીના પ્રચાર-પ્રસાર માટે બાકીના પૈસા ખર્ચ કરી રહ્યા છે. માત્ર કોન્ડોમના પ્રમોશન માટે સરકારે 2012થી લઈને 2017 સુધી 1800 કરોડ રૂપિયાનું પાણી કરી નાખ્યુ છે. સરકારનું કહેવુ છે કે અમે અત્યાર સુધી 600 કરોડ કોન્ડ્રોમ વેચ્યા છે તો ભારતની વસ્તી 120 કરોડ છે તો શું દરેક વ્યકિતને 6 કોન્ડોમ સરકારે આપ્યા છે.? હકિકતમાં સારવાર પાછળ ખર્ચ કરીને એચઆઈવી અટકાવી શકાય છે, આથી સરકારે ટ્રીટમેન્ટ પાછળ બજેટ વધારવુ જોઈએ.’

કેવી રીતે કામ કરશે મેરેજ પોર્ટલ?

matrimonial.gsrpplus.org નામે આ મેરેજ પોર્ટલ પર યુઝર્સે લોગઈન થયા બાદ પોતાની અને હેલ્થની માહિતી અપલોડ કરવાની રહેશે. વિગતો સબમિટ થયા બાદ યુઝર્સ સર્ચ બોક્સમાં જઈને અન્ય મેઈલ કે ફિમેલ યુઝર્સને સર્ચ કરીને તેને મેરેજ માટેની રિક્વેસ્ટ મોકલી શકશે. રિક્વેસ્ટ સેન્ડ થયા બાદ મેરેજ બ્યુરો પોર્ટલ દ્વારા અરજી કરનારની ખરાઈ બાદ બંન્ને પાત્રોની મિટિંગ ગોઠવવામાં આવશે. જે બાદ બંન્નેની પરવાનગી બાદ લગ્ન કરાવવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...