તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સેન્સેક્સ 38500 ભણી પરંતુ માર્કેટબ્રેડ્થ નેગેટિવ

સેન્સેક્સ 38500 ભણી પરંતુ માર્કેટબ્રેડ્થ નેગેટિવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીએસઇ સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 38402.96 પોઇન્ટની ફ્રેશ ઊંચાઇએ ટચ થઇ ગયો હતો. પરંતુ પ્રોફીટ બુકિંગના કારણે એક તબક્કે આગલાં બંધની સરખામણીએ સેન્સેક્સ 65 પોઇન્ટ ઘટ્યો હતો. પરંતુ રિકવરી રહેતા છેલ્લે માત્ર 7 પોઇન્ટના સુધારા સાથે 38285.75 પોઇન્ટના નવા શિખરે બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 19.15 પોઇન્ટ સુધરી 11570.90 પોઇન્ટ બંધ રહ્યો તે પૂર્વે 11581.75 પોઇન્ટ થઇ ગયો હતો. સેન્સેક્સની આગેવાની હેઠળ પાવર, હેલ્થકેર, સ્મોલકેપ અને મિડકેપમાં સુધારાની ચાલ આગળ વધી હતી. જ્યારે રિટાલ્ટી સેગ્મેન્ટમાં પીછેહઠ રહી હતી. સેન્સેક્સમાં દિવસ દરમિયાન માત્ર 189 પોઇન્ટની સાંકડી વધઘટ રહી હતી. ચીન-અમેરીકન વ્યાપાર વાર્તા પૂર્વે હકારાત્મક સૂર, ડોલર સામે લીરામાં રિકવરીના પગલે વૈશ્વિક શેરબજારોમાં સુધારાનો ટ્રેન્ડ રહ્યો હતો. તે ઉપરાંત ઘરઆંગણે એફઆઇઆઇની રૂ. 254.25 કરોડની નેટ ખરીદી અને સ્થાનિક સંસ્થાઓની રૂ. 197.87 કરોડની ખરીદીનો ટેકો રહેતાં માર્કેટમાં ઘટ્યા મથાળેથી રિકવરી જળવાઇ રહી હતી. આજના ટ્રેડિંગ સેશનની વિશેષતા એ રહી હતી કે, બેન્ચમાર્ક્સની સાથે એફએએમસીજી ઓલટાઇમ હાઇ અને હેલ્થકેર ઇન્ડેક્સ વર્ષની ટોચે પહોંચ્યા હતા. છતાં માર્કેટમાં અંડરકરન્ટ નેગેટિવ રહ્યો હતો. બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2893 પૈકી 1324 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 1409 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે રોકાણકારો અને ટ્રેડર્સમાં નવી પોઝિશન બનાવવામાં સાવચેતીનો સૂર હતો. સેન્સેક્સ પેકની 31 પૈકી 12 સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો હતો. તે પૈકી કોલ ઇન્ડિયા સૌથી વધુ 2.59 ટકા સુધરી રૂ. 291.55 અને એક્સીસ બેન્ક 1.92 ટકા સુધરી 636.20ની સપાટીએ બંધ રહ્યા હતા. જ્યારે સન ફાર્મા 1.69 ટકાના સુધારા સાથે રૂ. 635.25ની વર્ષની નવી ઊંચાઇએ બંધ રહ્યો હતો.

એચસીએલ ટેક રૂ. 4000 કરોડના શેર્સ બાયબેક કરશે
એચસીએલ ટેકનોલોજીસે પણ રૂ. 4000 કરોડના શેર્સ બાયબેક કરવાની જાહેરાત કરી છે. જેને કંપનીના 99.59 ટકા શેરધારકોએ મંજૂરી પણ આપી દીધી છે. જુલાઇમાં કંપનીએ શેરદીઠ રૂ. 1100ની કિંમતે શેર્સ બાયબેક કરવાની જાહેરાત કરી હતી. આજની કંપનીની જાહેરાતના પગલે શેર 1.33 ટકા (રૂ. 13.20) સુધરી રૂ. 1004 બંધ રહ્યો હતો. તે જોતાં કંપની આજના ભાવથી શેરદીઠ રૂ. 96નું પ્રિમિયમ બાયબેક માટે ઓફર કરી રહી છે.

સેન્સેક્સ પેકની 9 સ્ક્રીપ્સમાં સેન્સેક્સથી પણ ઊંચી વૃદ્ધિ
છેલ્લા એક વર્ષમાં સેન્સેક્સે 22.5 ટકાની આકર્ષક વૃદ્ધિ નોંધાવી છે. પરંતુ ટીસીએસ, રિલાયન્સ, ઇન્ફોસિસની ત્રિપૂટીએ 58-60 ટકા જેટલી આકર્ષક વૃદ્ધિ નોંધાવી છે. જ્યારે 9 સ્ક્રીપ્સ એવી નોંધાઇ છે કે જેમણે સેન્સેક્સની સરખામણીમાં ઊંચી વૃદ્ધિ નોંધાવી છે. સાત સ્ક્રીપ્સમાં નેગેટિવ ગ્રોથ નોંધાયો છે. તે પૈકી તાતા મોટર્સ 28.4 ટકા, હીરો મોટો 16.5 ટકા, પાવરગ્રીડ 15 ટકા અને ભારતી એરટેલ 12.3 ટકા સાથે ટોચે રહ્યા હતા.

છેલ્લા એક વર્ષમાં પોઝિટિવ રિટર્ન આપનારી સ્ક્રીપ્સ
કંપની 21 ઓગ.-18 21 ઓગ.-17 સુધારો (%) 52વીક H/L

સેન્સેક્સ 38,285.75 31,258.85 22.5% 38,403/31,082

ટીસીએસ 2,010.00 1,260.70 59.4% 2,024/1,210

રિલાયન્સ 1,2456 782.90 59.1% 1,238/765

ઇન્ફોસિસ 1,387.00 873.50 58.8% 1,437/862

એચયુએલ 1,752.10 1,193.15 46.8% 1,808/1,169

મહિન્દ્રા 956.50 687.43 39.1% 982/613

સન ફાર્મા 635.40 460.55 38.0% 633/435

ગેઇલ 378.75 281.74 34.4% 399/279

એક્સિસબેન્ક 636.65 494.15 28.8% 635/448

એશિ. પેઇન્ટ 1,403.00 1,135.45 23.6% 1,489/1,082

કોલ ઇન્ડિયા 290.05 239.05 21.3% 317/237

મારૂતિ 9,109.00 7,513.85 21.2% 10,000/7,488

HDFC બેન્ક 2,093.10 1,744.30 20.0% 2,219/1,685

લાર્સન 1,322.00 1,126.50 17.4% 1,470/1,115

ICICI 339.00 293.00 15.7% 366/256

SBI 306.70 274.65 11.7% 352/232

ITC 312.50 282.15 10.8% 315/250

HDFC 1,914.85 1,738.90 10.1% 2,051/1,638

ONGC 170.15 157.55 8.0% 213/152

અદાણી પોર્ટ 377.00 376.05 0.3% 452/350

અન્ય સમાચારો પણ છે...