તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

1047 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂપિયા બે હજાર કરોડના બીટકોઈન ટ્રાન્સફર કરાવી લેવાના તથા વરાછાના રહેવાસી પિયુષ સાવલિયા અને ધવલ માવાણીનું અપહરણ કરવાના કેસમાં આજે સીઆઇડી ક્રાઇમે પાંચ આરોપીઓ સામે કોર્ટમાં 1047 પાનાનું દળદાર ચાર્જશીટ રજૂ કરી દીધું છે. આ કેસમાં હજી છ આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે. આજ કેસની લીન્ક સતીષ કુંભાણી સુધી પણ ગઈ છે.

આ કેસની વિગત મુજબ રૂપિયા 155 કરોડના બીટકોઈન શૈલેશ ભટ્ટ સહિતના આરોપીઓએ ટ્રાન્સફર કરાવી લીધા હતા. સીઆઇડીની તપાસમાં બીટકોઈનનો આંક રૂપિયા બે હજાર કરોડ સુધી પહોંચ્યો હતો. જેમાં સતીષ કુંભાણીની પણ મહત્વની ભૂમિકા હતી. કોઈનનો ભાવ ડાઉન થતાં આરોપીઓએ પોતાના રૂપિયા કઢાવવા માટે પિયુશ અને ધવલનું અપહરણ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ ઇન્વેસ્ટ કરેલાં રૂપિયા જેટલાં બિટકોઈન આરોપીઓએ ટ્રાન્સફર કરાવી લીધા હતા. તપાસ દરમિયાન સીઆઇડી ક્રાઇમે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે શૈલેશ ભટ્ટ સહિતના આરોપીઓએ ધરપકડથી બચવા માટે કરેલી આગોતરા અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.

આ કેસમાં કુલ 11 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી જેમાં અત્યાર સુધી પાંચ આરોપીઓની ધરપકડ થઈ છે જેમાં નિકુંજ ભટ્ટ, દિલિપ કાનાણી જિગ્નેશ મોરડીયા, મનોજ ક્યાડા અને ઉમેશ ગોસ્વામી ઉર્ફે બાવાજીનો સમાવેશ થાય છે.

કોની-કોની ધરપકડ બાકી
હજી છ અને ટેકનિકલી આઠ આરોપીઓની ધરપકડ બાકી છે. જેમાં શૈલેશ ભટ્ટ, કિરીટ વાડા, હિતેશ જોત્સના, જે. કે. રાજપૂત, હિમ્મતભાઈ અને રાજુ પટેલનો સમાવેશ થાય છે. જ્યારે કિરીટ પાલડિયા અન્ય એક ગુનામાં જેલમાં છે, તેનો સીઆઇડીએ હજી ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો કર્યો નથી. જ્યારે જીગ્નેશ ખેની પથારીવશ હોય તેની અરેસ્ટ કરાઈ નથી.

મુખ્ય આરોપી દિવ્યેશ દરજી દિલ્હી એરપોર્ટ પરથી પકડાયો
દિવ્યેશે બીટકનેકટ બહાર પાડી કરોડો ઉઘરાવ્યા હતાકરોડો રૂપિયાના બીટ કોઈન કૌભાંડનો વોન્ટેડ આરોપી દિવ્યેશ દરજી શનિવારે દિલ્હી એરપોર્ટ પરથી પકડાયો છે. દિવ્યેશ સામે રેડ કોર્નર નોટીસ જારી કરાઈ હતી. જેથી દુબઈથી દિલ્હી એરપોર્ટ ઉપર આવતાની સાથે જ ઈમિગ્રેશન વિભાગે દિવ્યેશને ઝડપી લીધો હતો. દિવ્યેશ દરજીએ ધવલ માવાણી અને સતીષ કુંભાણી બીટ કનેકટ નામની કંપની શરુ કરીને 2.80 કરોડ બીટ કનેકટ કોઈન બહાર પાડ્યા હતા. જેમાં લોકો પાસેથી અંદાજે રૂ.1800 કરોડ ઉઘરાવી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...