તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઈન્ટર સ્કૂલ પ્રથમ સ્પોટર્સ ક્વિઝમાં હીરામણિ વિજેતા, વિદ્યાનગર બીજા ક્રમે

ઈન્ટર સ્કૂલ પ્રથમ સ્પોટર્સ ક્વિઝમાં હીરામણિ વિજેતા, વિદ્યાનગર બીજા ક્રમે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : શુભકાચાડીએ અને વિરાજ પટેલની બનેલી હિરામણી સ્કૂલની ટીમે રવિવારે જીએલએસ ઓડિટોરિયમમાં સ્પોટર્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત (એસજેએજી) દ્વારા યોજાયેલી પ્રથમ ઈન્ટર-સ્કૂલ સ્પોટર્સ ક્વિઝ કોમ્પિટીશન જીતી લીધી હતી. વિજેતાઓએ ફ્લેવર ઓફ સિઝન એવા ઓપનિંગ રાઉન્ડ, ટી20 અને સ્લોગ ઓવરના ત્રણ રાઉન્ડના અંતે 60 પોઈન્ટ સાથે સ્પર્ધા જીતી હતી.

વિધ્યાનગર સ્કૂલ ટીમના દીપ શાહ અને પરમેન્દ્ર પટેલે 50 પોઈન્ટ સાથે બીજું સ્થાન જ્યારે એસજીવીપી ગુરુકુલના ક્રિશ ઠાકુર અને અંશ આશહાનીએ 40 પોઈન્ટ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. સ્પર્ધામાં બે લિખિત રાઉન્ડના અંતે ટોચની પાંચ ટીમો ફાઈનલ રાઉન્ડ માટે પસંદ કરાઈ હતી. એન.આર.હાઈસ્કૂલ અને વેદાંત સ્કૂલ ચોથા અને પાંચમા ક્રમે રહી હતી. સ્પર્ધામાં મોટી માઉન્ટ કાર્મેલની છોકરીઓ તથા નવાવાડજ મ્યુનિસપલ હિન્દી શાળા નંબર-1, વિજય નગર અને એનઆર હાઈસ્કૂલના વિધ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં સ્કૂલોએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓ તરફથી ખૂબજ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. ક્વિઝનું સંચાલન આષુતોષે એસજીએજીના સભ્યોની મદદથી કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...