તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આતંકીઓને શોધવા કચ્છ દ. ગુજરાતમાં તપાસ

આતંકીઓને શોધવા કચ્છ-દ. ગુજરાતમાં તપાસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાં10 આતંકવાદી ઘૂસ્યાના પાકિસ્તાનના ઇનપુટને પગલે એટીએસની ટીમને અત્યાર સુધીમાં 4 સ્થળે શંકાસ્પદો દેખાયાની માહિતી મળી હતી. 3 સ્થળે ટીમે તપાસ હાથ ધરી હતી, જોકે કંઈ હાથ લાગ્યું નહોતું. બીજી તરફ કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં શંકાસ્પદો અંગેના ઇનપુટ મળતાં એટીએસ અને ઇન્ટેલીજન્સ બ્યૂરોના અધિકારીઓ તપાસ ચલાવી રહ્યા છે. ગુજરાતમાં 10 આતંકવાદી ઘૂસ્યા હોવાના ઈનપૂટ બાદ આતંકવાદી ક્યાં છે તેના કોઇ સગડ મળતાં પોલીસ અધિકારીઓ પણ ચિંતિત છે.

પોલીસ વડા પી. સી. ઠાકુરે ઈન્ટેલીજન્સ, એટીએસ, ચેતક કમાન્ડો, સીઆરપીએફ, બીએસએફના અધિકારીઓ સાથે બેઠક કરી સુરક્ષા અંગે ચર્ચા કરી હતી. એનએસજીની 4 ટીમને પણ સ્ટેન્ડ-ટુ રાખવામાં આવી છે. હજુ સુધી આતંકીઓ કયા માર્ગે અને કઈ રીતે ઘૂસ્યા તે અંગે કોઈ કડી મળી નથી. પાકિસ્તાન તરફથી મળેલા 4 લાઇનના ઇનપુટ બાદ ત્રાસવાદીઓનું વર્ણન કે કપડાં અંગે પણ કોઈ માહિતી મળી શકી નથી.

એટીએસની ટીમને જુદાં જુદાં સ્થળે શંકાસ્પદો આવ્યા હોવાની માહિતી મળી હતી. 3 સ્થળે એટીએસની ટીમે શકમંદોની પૂછપરછ કરીને તેઓને જવા દીધા હતા. કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં શંકાસ્પદો ફરતા હોવાની માહિતી મળતાં એટીએસ અને આઈબીના અધિકારીઓની ટીમ તપાસ માટે રવાના થઈ છે.

આતંકવાદી કયા રૂટથી ઘૂસ્યા તેની કોઇ કડી પણ મળતાં પોલીસ ચિંતામાં

એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર ચેકિંગ

રાજ્યમાં એલર્ટના પગલે શહેરના એન્ટ્ર્ી અને એક્ઝિટ પૉઇન્ટ, મૉલ, બજારોમાં સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તેમજ શહેર પોલીસે શિવમંદિરોમાં પણ ચેકિંગ કર્યું હતું. સિવિલ, એલજી સહિતની સરકારી હૉસ્પિટલોમાં પણ ડોગ સ્ક્વોડનું ચેકિંગ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...