- Gujarati News
- દેશનો 125 લાખ કરોડનો ઉદ્યોગ : ગુજરાતની 50 ટકથી વધુ ફેક્ટરીઓ મૃતપાય:
દેશનો 125 લાખ કરોડનો ઉદ્યોગ : ગુજરાતની 50 ટકથી વધુ ફેક્ટરીઓ મૃતપાય:
ગુજરાતનાં રૂ ઉદ્યોગને 5000 કરોડનું નુકશાન
વૈશ્વિકકોટનની મંદીની સાૈથી મોટી અસર ગુજરાતના ઇન્ડસ્ટ્રીઝને પડી છે. ચાલુ વર્ષે સરેરાશ 4-5 હજાર કરોડની ઇન્ડસ્ટ્રીઝને નુકશાની છે. દેશમાં 375 લાખ ગાંસડીના ઉત્પાદન એટલે કે 125 લાખ કરોડના વેપાર સામે નિકાસ વેપારો માત્ર 20 ટકા અંદાજે 23-25 લાખ કરોડના રહ્યાં છે. નિકાસ ઘટવાના કારણે અને ગુજરાતની ગુણવત્તા નબળી રહેતા ડિફોલ્ટરોની સંખ્યામાં જંગી વધારો થયો છે. ગુજરાતની ક્વોલિટી વિશ્વભરમાં પ્રખ્યાત હતી અને પ્રિમિયમથી માલનું વેચાણ થતું હતું જ્યારે આજે ડિસ્કાઉનમાં પણ વેપારો કપાઇ ગયા છે. રૂના ભાવ ઘટી રૂા.34000-35000 બોલાય છે.
} ગુજરાતમાં 105 લાખ ગાંસડી મુજબ 33-35 હજાર કરોડના વેપાર સાથે ટોચ પર
} દેશમાંથીનિકાસ 65 (118) લાખ ગાંસડી
}ઉત્પાદન સામે નિકાસ હિસ્સો 20 ટકા
} વૈ.મંદીથીરૂના ભાવ 38000 અંદર રહ્યાં
}દેશની 30%થી વધુ ફેક્ટરીઓ બંઘ રહી
રૂના ઉત્પાદન - નિકાસનું ચિત્ર
વર્ષદેશ માં ગુજરાત નિકાસ
2010-2011325 108 100
2011-2012 345 120 105
2012-2013 335 92 110
2013-2014 385 125 118
2014-2015 375 105 65*
નુકશાનીમાંથી બચવા ગુજરાતમાં નવું એસોસિએશન સક્રિય
દેશભરમાંચાલુ વર્ષે પેમેન્ટ કટોકટીના સતત વધી રહેલા પ્રશ્નોનું નિવાકરણ લાવવા માટે ગુજરાતમાં અમદાવાદ ખાતે ઇન્ડિયન કોટન વેલ્ફેર એસોસિએશનની રચના કરવામાં આવી છે. એસો.ના સક્રિય તુષારભાઇ શેઠે પહેલ ઉપાડી છે અને વધુ જીનર્સો, ટ્રેડરો પેમેન્ટ ક્રાઇસીસમાં આવે તે માટે કાર્ય કરશે. તારીખ 11 જુલાઇના રોજ એસો.ની બેઠક મળી હતી જેમાં ગુણવત્તા, ડિફોલ્ટરો સામે કેવા પગલા લેવાવા જોઇએ તેની ચર્ચા કરવામાં આવી હતી.
મંદીનો માર|વૈશ્વિક મંદી, ગુજરાતમાં ક્વોલિટી ડાઉન, નિકાસ ઘટવાના કારણે ગુજરાતના ખેડૂતો, જીનર્સો, બ્રોકરોના વેપાર તૂટ્યા
^કોટન ઇન્ડસ્ટ્રીઝ સતત ત્રીજા વર્ષે પણ મંદીના તબક્કામાંથી પસાર થઇ રહી છે ચાલુ વર્ષે મોટા ઉત્પાદન સામે જીનર્સોને પેરિટી હોવાથી ગુજરાતની 45-50 ટકા જીનીંગ ફેક્ટરીઓ મૃતપાય અવસ્થામાં છે. ગુજરાતમાં સરેરાશ 1000 થી વધુ ફેક્ટરીઓ આવેલી છે જેની સામે માત્ર 450-500 ફેક્ટરીઓ ચાલુ હતી. મંદીના ડિફોલ્ટરોની સંખ્યા વધી છે. નિકાસ ઘટવા અને ઉત્પાદકોને પડતર હોવાથી ફેક્ટરીઓ વહેલી બંધ થઇ છે. નબળી ગુણવત્તાથી વેપારોને મોટો ફટકો પડ્યો છે. > તુષારશેઠ, કોટનટ્રેડ ઇન્ડિયા કંપની.