તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધંધૂકા ફેદરા રોડ પરથી કતલખાને લઇ જવાતા 14 બળદ બચાવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધંધૂકા-ફેદરા રોડ પરથી કતલખાને લઇ જવાતા 14 બળદ બચાવાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધંધૂકાપોલીસે ધંધૂકા ફેદરા રોડ ઉપર હરીપુરાના પાટીયા પાસેથી 14 બળદો ભરેલી ટ્રક પકડી પાડી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ધંધૂકા ફેદરા રોડ ઉપર ધંધૂકા પોસઇ જે.વી. રાઠોડ, પરબતસિંહ, પો.કો. શશીકાંતભાઇ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને બાતમી હતી કે રાણપુર તરફથી અમદાવાદ તરફ પશુ ભરેલી ટ્રક કતલખાને જઇ રહી છે. બાતમી મળતા ધંધૂકા પોલીસ સર્તક બની ગઇ હતી.આ દરમિયાન બાતમી મુજબનું ટ્રક હરીપુરાના પાટીયા પાસેથી પસાર થતાં પોલીસે ટ્રકને ઉભી રાખવાનો ઇશારો કરતા ટ્રક ચાલકે પુરઝડપે મારી મુકેલ. આથી પોલીસે ફીલ્મી ઢબે પશુ ચોરેલી ટ્રકનો પીછો કર્યો હતો. પોલીસને પાછળ આવતી જોઇ ટ્રક ચાલક ટ્રક છોડીને અંધારાનો લાભ લઇ નાસી છુટયો હતો. પોલીસે ટ્રકની તાડપત્રી ખોલતા તપાસી કરતા 14 બળદો મળી આવ્યા હતા.

પોલીસ ટ્રક જપ્ત કરી 14 બળદોને ધંધૂકા પાંજરાપોળમાં આશ્રય માટે મોકલી આપ્યા હતા. પોલીસે 14 બળદો કિ.રૂ.87 હજાર તથા ટ્રકની કિ.રૂ.10 મળી કુલ રૂ.10 લાખ 87 હજારની માલમતા જપ્ત કરી છે. પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ પશુ સંરક્ષણ ધારાની કલમો મુજબ ગુનો રજીસ્ટર કરેલ છે. આગળની વધુ તપાસ ધંધૂકા પોસઇ જે.વી. રાઠોડ ચલાવી રહ્યા છે.

એસઓજી ટીમે બળદ ભરેલી ટ્રક કબજે કરી હતી. તસવીર- હર્ષદ દવે

ધોળકાના કસાઇવાડામાં દરોડા પાડી પોલીસે બે જીવતા વાછરડા બચાવ્યા, 1 આરોપી ફરાર

બચાવી લેવાયા બળદ ધંધૂકા પાંજરાપોળમાં મોકલાયા

ધોળકા પોલીસે બાતમીના આધારે ધોળકા ડમારવાડા, લોધીના લીમડાની પાછળ સોમવારે સવારે 4 વાગે કસાઇવાડામાં રેડ પાડી હતી. જેમા બે જીવતા વાછરડાને બચાવી લેવાયા હતા. બાબતની જાણ થતાં આરોપી મહેમુદભાઇ ઉમરભાઇ ગડીત ત્યાંથી ફરાર થઇ ગયો હતો. રેઈડ દરમિયાન બે વાછરડા ની કિંમત રૂા.૧૮૦૦૦ ની ગણી હતી. તેઓએ વાછરડાને બચાવી લેવામાં આવ્યુ હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો