તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અહીંના ‘પફ્ફીઝા’ ચાખી જોજો!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ફૂડબ્લોગર

અમદાવાદીઓને વર્કિંગ અવર્સ દરમ્યાન કટક-બટક ખાતાં રહેવું ગમે છે. જેમાં તેઓ ખાખરા કે મમરા ગરમા ગરમમાં વડાપાંવ, પફ કે દાબેલીને પસંદ કરતાં હોય છે. પિઝા પ્રત્યે પણ અમદાવાદીઓને ખૂબ પ્રેમ છે. ઘણા બધાં જૂના-નવા પિઝા પ્લેસિસ શહેરમાં છે. જેમાં એક સ્થળ ‘પફ્ફીઝા’માં લટાર મારવાં જેવું છે. ડ્રાઈવઈન રોડ પર આવેલું ‘પફ્ફીઝા’ આમ તો નાનુ પ્લેસ છે, પણ અહીં પફ અને પિઝાનું કોમ્બિનેશન એટલે કે ‘પફ્ફીઝા’ ગજબના મળે છે. તમારી સામે તેને તૈયાર કરવામાં આવે છે. મોટાભાગે યંગસ્ટર્સ અને કોલેજિયનોનો અહીં અડ્ડો જામતો હોય છે.

‘પફ્ફીઝા’ નામ પ્રમાણે પફ અને પિઝાની એક ડિશનું કોમ્બિનેશન છે. જે ક્ર્ન્ચી તો હોય છે સાથે અન્ય પિઝાની માફક સોસ, ટોપિંગ એને ચીઝ પણ હોય છે. પફ બેઝ પિઝા તમને ખાવામાં એકદમ સોફ્ટ લાગશે તેમજ વધુ ઓઈલી પણ નહીં હોય.

અહીં તમે પિઝા પસંદ કરીને તેને ક્રસ્ટ, ટોપિંગ અને ગ્રેવી પસંદગી મુજબ ભભરાવી શકો છો. મને પર્સનલી ચીઝ અને ઓનિયનનું કોમ્બિનેશન ગમે છે. અહીં જૈન પફ્ફીઝાનો ઓપ્શન પણ છે. ઉપરાંત રેગ્યુલર પિઝા, ગાર્લિક બ્રેડ પાસ્તા વગેરે પણ પફ્ફીઝા સાથે આરોગી શકો છો. જો તમે પફ અને પિઝા બંનેને પ્રેમ કરતાં હોય તો પ્લેસની વિઝિટ કરવા જેવી ખરી.

જો તમે પફ અને પિઝા બંનેને પ્રેમ કરતાં હોય તો પ્લેસની વિઝિટ કરવા જેવી ખરી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો