તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધોરાજીની દુષ્કર્મ પીડિતા કિશોરીએ બાળકને જન્મ આપવો પડશે: હાઈકોર્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરાજીની દુષ્કર્મ પીડિતા કિશોરીએ બાળકને જન્મ આપવો પડશે: હાઈકોર્ટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જન્મનાર બાળકને અનાથાલયમાં મોકલી સરકાર દ્વારા સંભાળ લેવાશે

રાજકોટજિલ્લાના ધોરાજીની 14 વર્ષની દુષ્કર્મ પીડિતાના ગર્ભમાં હવે જીવ આવી ગયો છે ત્યારે તેનો ગર્ભપાત કરી શકાય તેવી સ્પષ્ટતા સાથે જસ્ટિસ સોનિયાબેન ગોકાણીએ કિશોરીને બાળકને જન્મ આપવા આદેશ આપ્યો છે. જોકે જન્મ બાદ બાળકને એનજીઓની મદદથી અનાથાલયમાં મોકલી આપવા પણ આદેશ આપ્યો છે. સાથે દુષ્કર્મ પીડિતાને પણ કાયદાકીય જોગવાઇઓ પ્રમાણે યોગ્ય વળતર ચૂકવવા આદેશ આપ્યો છે.

કેસની વિગત એવી છેકે, ધોરાજીમાં 14 વર્ષની દુષ્કર્મ પીડિતાએ તેના 28 સપ્તાહના ગર્ભ પાત માટે હાઇકોર્ટમાં કરેલી અરજીમાં સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કિશોરીની શારીરિક અને માનસિક તપાસ કરી અહેવાલ રજૂ કરવા માટે સોલા સિવિલ હોસ્પિટલને આદેશ આપ્યો હતો. આજે સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો કે, કિશોરી સ્વસ્થ છે. તેણીના ગર્ભમાં રહેલા બાળકને જીવ આવી ચૂક્યો છે. કિશોરીની માનસિક સ્થિતિ પણ યોગ્ય છે જેથી તેણી બાળકને જન્મ આપવા સક્ષમ છે.

ઉપરાંત જન્મનાર બાળકને યોગ્ય અનાથાલયમાં એનજીઓ મારફત લઇ જવામાં આવે તેવું પણ સૂચન કર્યું હતું. કેસની વધુ સુનાવણી આગામી 14મી પર મુલતવી રાખી છે.

શું હતો બનાવ

ધોરાજીનજીકના ગામમાં રહેતા ખેત મજૂર માતા-પિતાની 14 વર્ષની દીકરી પર તેના પિતાના મિત્રએ દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને જ્યારે 24 સપ્તાહનો ગર્ભ હતો ત્યારે તેણીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરતા તેની માતા બાળકીને તબીબ પાસે લઈ ગઇ હતી. જ્યાં કિશોરી સાથે દુષ્કર્મ થયું હોવાની હકીકત બહાર આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો