તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નવાં વાહનોની હવે નંબર પ્લેટ સાથે ડિલિવરી થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવાં વાહનોની હવે નંબર પ્લેટ સાથે ડિલિવરી થશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યમાંઅમદાવાદ સહિત અનેક શહેરોમાં વાહનોની હાઇ સિક્યોરિટી નંબર પ્લેટમાં હજારોની સંખ્યામાં બેકલોગ અને નંબર પ્લેટ લગાવવામાં વાહનચાલકોની બેદરકારીને કારણે સર્જાતી સમસ્યા દૂર કરવા માટે હવે નવા તમામ વાહનોને શો રૂમમાંથી ડિલિવરી આપતી વખતે નંબર પ્લેટ ફિટ કરીને આપવાનો નવો નિયમ અમલી બનાવવામાં આવનાર છે. એકાદ અઠવાડિયામાં વન ડે સિસ્ટમ શરૂ થાય તેવી શક્યતા છે.

વાહન વ્યવહાર વિભાગ દ્વારા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યમાં વિવિધ કંપનીના ડીલરો સાથે બેઠક યોજીને નવી પદ્ધતિ માટે કવાયત પૂરી કરાઇ છે. નવું વાહન ખરીદવામાં આવે ત્યારે મોટેભાગે ડીલરો દ્વારા આરટીઓમાં રોડ ટેક્સ ભરવામાં આવતો હોય છે. ટેક્સ ભરાય તે દિવસે તે વાહનનું રજિસ્ટ્રેશન પણ થઇ જશે અને તેમને તે દિવસે નવા નંબર સાથેની પ્લેટ મળી જશે. જેથી વાહનની ડિલિવરી પહેલા શોરૂમ દ્વારા હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવી દેવાની રહેશે.

નવી પદ્ધતિની સાથે ટેમ્પરરી નંબર ફાળવવાની પ્રથા પણ બંધ કરાશે. માત્ર જે વાહનચાલકને પસંદગીનો નંબર જોઇતો હશે તેને નંબરની હરાજી કે પસંદગીની પ્રક્રિયા સુધી ટેમ્પરરી નંબર ફાળવવામાં આવશે.

વાહન વ્યવહારમંત્રી વલ્લભ કાકડિયાએ કહ્યું કે, નંબર પ્લેટનો બેકલોગ વધે નહીં અને તમામ ગાડીને શરૂઆતથી નંબર પ્લેટ મળી જાય તે માટે પદ્ધતિ અંગે વિચારણા કરી છે. હાલમાં પ્રાયોગિક ધોરણે અમલી બનાવાશે.

રાજ્યમાં 5.50 લાખ નંબર પ્લેટ લગાવવાની બાકી

રાજ્યમાંહાઇસિક્યોરિટી નંબર પ્લેટનો બેકલોગ સાડા પાંચ લાખ જેટલો છે. આરટીઓ કચેરી દ્વારા શક્ય તેટલા પ્રયાસો કરવામાં આવે છે પરંતુ ઘણીવાર વાહનચાલકો પણ આરટીઓમાંથી એપોઇન્ટમેન્ટ મળી હોવા છતાં મહિનાઓ સુધી નંબરપ્લેટ લગાવવા આવતા નથી જેના કારણે બેકલોગ વધતો જાય છે. સ્થિતિ નિવારવા આરટીઓ કચેરી દ્વારા વાહનો ડિટેઇન કરવાની ઝુંબેશ પણ હાથ ધરાશે.

અમદાવાદ સહિતની આરટીઓ કચેરીમાં લાઈસન્સ માટે બનાવાયેલા ટ્રેકમાં ખામીને કારણે મોટાભાગના વાહનચાલકો ફેઇલ થતા હોવાની ફરિયાદો ઉઠી છે. અંગે વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયાએ કહ્યું કે, ટ્રેકમાં ખામી તો અમે સુધારીશું, પરંતુ એવું પણ જણાવ્યું છે કે ટેસ્ટ આપવા આવતા અનેક વાહનચાલકોને વાહન રીવર્સમાં લેવા કે ઢાળ ચડાવવા સહિતનું પૂરું ડ્રાઇવિંગ શિખવવામાં આવ્યું નથી. જેથી રાજ્યની તમામ ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકોને પણ તેમને ત્યાં શીખવા આવતા વાહનચાલકોને તમામ પ્રકારની ટ્રેનિંગ આપવા સૂચના અપવામાં આવી છે.

આરટીઓનો ટ્રેક નહીં ડ્રાઇવિંગ સુધારવાની પણ જરૂર

ટેક્સ ભરતાની સાથે વાહનના ડીલરોને આરટીઓમાંથી નંબર પ્લેટ મળી જશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો