તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલા પાનાનું અનુસંધાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જયશ્રીપટેલ, મહેસાણા કહે છે કે “આ યોજના વીશે લોકોને જાણકારી આપી હતી પણ મે યોજનામાં રોકાણ કર્યું નથી,મારા પાસે યોજનામાં રોકાણ કરવાનું કોઇ કારણ નથી”.

મોહન કુંડલીયા, રાજકોટ કહે છે મે રોકાણ કરવા ર્ફોમ પણ ભરી લીધુ છે, મારી પત્ની ને સોનાની અવી કોઇ ચિંતા છે નહિં, નરેન્દ્ર ભઇની યોજના છે એટલે આપણે તો સોનાનું રોકાણ કરીશું જ.’

રંજન ભટ્ટ્ અને ભારતી શ્યાળ, વડોદરા અને ભાવનગર જેમના પાસે 0.64 અને 0.23 kg સોનું છે, તેઓ બન્નેનું એક સરખુ કહેવુ હતુ કે તેઓ પાસે લોકરમાં મુકી શકાય તેટલું પણ સોનું નથી જો તેઓ પાસે હોત તો તેઓ ચોક્કસ યોજનામાં રોકાણ કરતા.

લોન્ચ વખતે એવુ માનવામાં આવી રહ્યું હતુ કે જી.એમ.એસ દ્વારા સોનાને ભારતાનું એક ઉત્પાદક એસેટ તરીકે બદલી દેવામાં આવશે પણ સરકારની ઇચ્છાઓ પર પાણી ફરી વળ્યું છે. જી.એમ.એસ સ્કિમ ભારતમાં બહુ ચાલી નહિં.

સ્કિમમાં તમે ઓછામા ઓછું 30 ગ્રામ જેટલું સોનું મુકી શકો છો અને તમારા બેંકના લોકરમાં પડેલા સોના પર વ્યાજ કમાઇ શકો છો. સોનું સુધ્ધતાનાી ટેસ્ટમાંથી પસાર થાય ત્યાર પછી બેન્ક દ્વારા લેવામાં આવે છે. હાલ ગુજરાતમાં સી.પી.ટી.સી (કલેકશ્ન અને પયોરીટી ટેસ્ટીંગ સેન્ટર)ના 5 સેન્ટર આવેલા છે. જેમાંથી 2 અમદાવાદમાં અને બાકી વડોદરા, સુરત અને રાજકોટમાં છે. તમે તમારા સોનાને શોર્ટ ટર્મ(1-3 વર્ષ), મીડ ટર્મ(5-7 વર્ષ) કે લોન્ગ ટર્મ(12-15 વર્ષ) માટે રાખી શકો છો. જેના પર તમને વાર્ષિક 1.875 ટકા, 2 ટકા, 2.25 ટકા જેટલો વ્યાજ મલી શકે. ટર્મ પતવા પછી તમને તમારું સોનું પૈસા કે સિક્કા કે બાર રુપી મડશે. પણ તે તેમને પાછુ જ્વેલરીના આકારમાં નહિં મળે.

પબ્લીકના ક્વોટ્સ

નીયતા વ્યાસ એકાઉન્ટન્ટ કહે છે કે “યોજના તો સારી છે પણ મે તો જ્વેલરી દિકરી ને આપવા કે જે તે પ્રસંગએ પહેરવા બહુ પ્રેમથી મઠાવ્યા છે એટલે તેના પર વ્યાજ પણ મળતુ હોય તો શું કામનું. અને સોનું પાછુ મઢાવા જશુ તો મોંધુ પડવાનું છે. હવે સરકારે આપેલા સિક્કા કે બાર તો ગળે પહેરી નહિં શકાય. એટલે જેના પાસે વધારાના સિક્કા કે બાર હોય તેઓ માટે યોજના સારી છે.”

ત્રુપતી પટેલ ગુહિણી કહે છે કે “સરકાર યોજના પર જે વ્યાજ આપી રહી છે મારા મતે ખુબ ઓછું છે, 1-2 ટકામાં આજકલ કઇ થતુ નથી અને ઉપરથી આપડી જ્વેલરી પણ જતી રહે, નવી બનાવવા નીકડો તો કેટલો ઉચ્ચો ભાવ હોય છે. એટલે મને યોજનામાં કઇ રસ નથી.”

આઈજીને35...

વાઘેલાએસરકારના આઇએએસ, આઇપીએસ અધિકારીઓ પણ દારૂ પીતા હોવાનો ઘટસ્ફોટ કરી ગુજરાતમાં આવા અધિકારીઓ કઈ રીતે પોસ્ટિંગ મેળવી શકેω તેવો સવાલ ઉઠાવ્યો છે. સાથેસાથે તેમનાં કનેક્શન તપાસીને હપતા ક્યાં સુધી પહોંચે છે, તેની તપાસ કરવાની માગણી કરી હતી.

સુરતની ઘટનામાં ઇથેનોલ-મિથેનોલનું પ્રમાણ 40 ટકા હતું. દમણમાં બનતો દારૂનો રોજનો 1500થી 2000 પેટીનો જથ્થો વાપીથી ગુજરાત તરફ આવતી ટ્રેનમાં ચડે છે. દેશી દારૂ લઠ્ઠો બનાવવા સુરત, વાપી, તાપી, નવસારીના કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહાયેલો સડેલો ગોળ વપરાય છે. પરિણામે લઠ્ઠાથી ગુજરાતનું યુવાધન બરબાદ થાય છે. વાઘેલાએ એવો આક્ષેપ કર્યો હતો કે પંજાબને પાછળ રાખીને ગુજરાત કેફી દ્રવ્યોમાં નંબર વન બની ગયું છે.

વૈશ્વિકશેરબજારોમાં...

ફેડરિઝર્વ હવે ડિસેમ્બરના બદલે સપ્ટેમ્બરમાં મળનારી પોલિસી બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી દહેશત શરૂ થઇ ગઇ છે. તેના પ્રત્યાઘાતરૂપે શુક્રવારે ડાઉજોન્સ 400 પોઇન્ટ તૂટીને બંધ રહ્યો હતો. તેનું પ્રતિબિંબ સોમવારે યુરોપ અને એશિયાઇ શેરબજારોમાં 2-2.5 ટકાના કડાકારૂપે જોવા મળ્યું હતું. ડાઉ ફ્યુચર સોમવારે 150 નીચો બોલાતો હોવાથી નિષ્ણાતો ન્યૂયોર્ક શેરબજારમાં મંદીની આગેકૂચ જોઇ રહ્યા હતા. સોમવારે વૈશ્વિક શેરબજારો પૈકી હોંગકોંગમાં 809 પોઇન્ટ, જર્મનીમાં 207 પોઇન્ટ, તાઇવાનમાં 107 પોઇન્ટ અને જાપાનના શેરબજારોમાં 293 પોઇન્ટના કડાકા નોંધાયા હતા.

નિફ્ટીમાટે 8650ની મહત્વની ટેકાની સપાટી

ટેકનિકલનિષ્ણાતોના મત અનુસાર નિફ્ટીએ આજે 8800 પછી ઇન્ટ્રા-ડે 8700 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીઓ તોડી છે. પરંતુ 8650 પોઇન્ટની સપાટી અતિ મહત્વની ટેકાની સપાટી ગણાય છે. તે તૂટે તો નીચામાં 8567 પોઇન્ટ સુધી પણ જઇ શકે છે. બાઉન્સબેકમાં 8950 સુધી સાવચેતીનો સૂર રાખવાની નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.

તમિળયુવકની...

બેંગ્લુરુભડકે બળી રહ્યું છે, 16 પોલીસમથક વિસ્તારમાં કર્ફ્યૂ લદાયો છે. 1કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાના ઘરે લોકોને પથ્થરમારો કર્યો હતો. જુદાં જુદાં સ્થળોએ 200થી વધુ લોકોની અટકાયત કરી છે. બેંગલુરુ સહિત અનેક શહેરોમાં શાળા-કોલેજો બંધ કરી દેવાયાં છે.

કર્ણાટક સુપ્રીમમાં ગયું હતું, પણ હવે બમણું પાણી આપવો પડશે

સુપ્રીમકોર્ટે કાવેરી જળવિવાદ અંગે જૂના ચુકાદામાં ફેરફાર કરી નવો આદેશ આપતા જણાવ્યું કે, હવે 20 સપ્ટેમ્બર સુધી તમિળનાડુને દરરોજ 15 ને બદલે 12 હજાર ક્યુસેક પાણી પૂરું પાડો. ફેરફારને કારણે તમિળનાડુને હવે વધુ પાણી મળશે. સુપ્રીમના આદેશને લીધે લોકોનો આક્રોશ વધી ગયો છે. કોર્ટે તેના આદેશ પર રોક લગાવાની માંગ ફગાવી દીધી છે. કોર્ટે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે આંદોલન, વિરોધ પ્રદર્શન અથવા રમખાણો જેવી સ્થિતિ આદેશમાં સુધારો કરવાનો આધાર બની શકે. આગામી સુનાવણી 20 સપ્ટેમ્બરે હાથ ધરાશે.

આવી રીતે લોકો હિંસક બન્યા

કાવેરી વિવાદ અને કન્નડ અભિનેતાઓ પર સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરવા બદલ એક 22 વર્ષીય તમિળ વિદ્યાર્થી સાથે રવિવારે મારપીટ કરી તેનો વીડિયો બનાવી લેવાયો હતો. વીડિયો વાયરલ થતાં તમિળ સંગઠનો ભડકી ઊઠ્યાં હતાં. સોમવારે સવારે ચેન્નઇમાં કર્ણાટકના એક વ્યવસાયીના હોટલ પર હુમલો કરી દીધો. તોડફોડ બાદ એવા સૂચનો લખેલા પત્રો ફેંક્યા કે તમિળોને સહન નહીં કરીએ. કાવેરી પેનલની બેઠકમાં કોઇ પરિણામ આવ્યું

નવી દિલ્હી : કાવેરી સુપરવાઇઝર સમિતિની બેઠકમાં સોમવારે કોઇ નિર્ણય લેવાયો હતો. તમિળનાડુને આપવાના પાણીની માત્રા અંગે કોઇ નિર્ણય થઇ શક્યો. હવે આગામી બેઠક 19 સપ્ટેમ્બરે થશે.

અરુણાચલના...

12મે 2015ના રોજ અરુણાચલના રાજ્યપાલપદે નિમાયેલા રાજખોવા મોદી સરકારે નીમેલા પ્રથમ રાજ્યપાલ હતા.

સરકારે રાજખોવામાં વિશ્વાસ ગુમાવી દીધો હોવાનું રાષ્ટ્રપતિને જણાવી મોદી સરકારે રાજખોવાની હકાલપટ્ટી પણ કરી. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે ગત સપ્તાહે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી હતી અને તેમને જણાવ્યું હતું કે ગત વર્ષે અરુણાચલની કોંગ્રેસ સરકારની બરતરફી મામલે સુપ્રીમકોર્ટે રાજખોવા વિરુદ્ધ કરેલા અવલોકનો બાદ તેમનું હોદ્દા પર રહેવું સદંતર અયોગ્ય છે. રાજખોવાને સુપ્રીમકોર્ટના ઠપકા બાદ કેન્દ્ર સરકારના દબાણ છતાં તેમણે હોદ્દો છોડવા ઇનકાર કર્યા બાદ રાજનાથે મુદ્દે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી હતી. રાજખોવાએ એમ જણાવ્યું હતું કે તેઓ રાજીનામું નહીં આપે, રાષ્ટ્રપતિ દ્વારા હકાલપટ્ટી માટે તૈયાર છે.

મલ્ટિલેવલ...

ડાયરેક્ટસેલિંગ બિઝનેસ શરૂ કરવા માટે ગાઇડલાઇનમાં અનેક શરતો મૂકવામાં આવી છે કે જેનો અમલ 90 દિવસમાં કરવાનો રહેશે. જેમાં ડાયરેક્ટ સેલિંગ કંપનીઓએ પોતાની કાયદેસરતાની નોંધણી કરાવવાની રહેશે. સરકારે પ્રકારની સ્કીમોમાં એજન્ટ્સ તરફથી લેવામાં આવતી એન્ટ્રી ફી ઉપર મનાઈ ફરમાવી દીધી છે તેમજ આવી કંપનીઓ તેમને વણવેચાયેલો માલ ફરજિયાતપણે ખરીદવાની ફરજ પાડી શકાશે નહીં. કંપનીએ ડાયરેક્ટ વેચાણકારો અને એજન્ટ્સ સાથે કરારો કરવાના રહેશે તેમને વેચવામાં આવેલા માલ કે સેવાની સંપૂર્ણપણે બાયબેક ગેરંટી કે રિફંડની લેખિતમાં ખાતરી આપવાની રહેશે.

ગ્રાહકો બાબતોના સચિવ હેમ પાંડેએ જણાવ્યું હતું કે અમે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોડલ ગાઇડલાઇન મોકલાવી દીધી છે. રાજ્યો તેમની સ્થાનિક જરૂરિયાત અનુસાર તેમાં ફેરફારો કરી શકે છે. ગાઇડલાઇન ડાયરેક્ટ સેલિંગ ક્ષેત્ર સારી રીતે વિકાસ સાધી શકે તે માટે બનાવવામાં આવી છે. માર્ગદર્શિકાને કારણે ગ્રાહકોનું રક્ષણ થશે અને ડાયરેક્ટ સેલર્સને સરળતાથી ઓળખી શકાશે.

સ્વચ્છતામાટે...

બીજીતરફ મ્યુનિસિપલ કોઠામાં કોર્પોરેશનની આરોગ્યની ‘દેખરેખ’ ખૂલ્લી પડી હોવા છતાં શાસક ભાજપના નગરસેવકો ભલામણ કરવાનું ચૂક્યા નહોતા. કિસ્સામાં પણ અધિકારીઓ અને કોર્પોરેટર્સ વચ્ચે 5 કલાક સુધી હુંસાતુંસી થઈ હતી. આખરે મોડી સાંજે 7 વાગ્યે દુકાન સીલ કરાઈ હતી.

સોમવારે બપોરે દાણાપીઠ સ્થિત મ્યુનિ.ની કચેરીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી. આર. ખરસાણના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા મિશન અંતર્ગત ઑફિસર્સની મીટિંગ રાખવામાં આવી હતી. હેલ્થ વિભાગ અને સોલીડ વેસ્ટ વિભાગના 25 અધિકારી હાજર રહ્યા હતા. મધ્યસ્થ કચેરીના 100 મીટરના દાયરામાં આવેલી જાણીતી ‘દાસ ખમણ’ દુકાનમાંથી 3 કિલો ઢોકળાં મગાવાયાં હતાં. ચારેક પ્લેટમાં ઢોકળાંમાંથી નાના-નાના વંદા નીકળતાં અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતા. ત્યારે અહીં એક સૂર છેડાયો હતો કે, જો આપણને આવો નાસ્તો અપાતો હોય તો પબ્લિકને કેવો આપવામાં આવતો હશેω, જેને પગલે તાત્કાલિક દુકાન સીલ કરવા સુધીની કાર્યવાહી કરવાના આદેશ થયા હતા. હેલ્થ ઑફિસરે તાકીદે દુકાન સીલ કરવાનો આદેશ કર્યો હતો. જોકે ઢોકળાં પહેલેથી બનાવેલાં હોવાથી સેમ્પલ ટેસ્ટ શક્ય બનતાં તપાસ હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો