તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નિફ્ટી 8750 પોઇન્ટની નીચે, ડોલર સામે રૂપિયો 24 પૈસા ડાઉન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિફ્ટી 8750 પોઇન્ટની નીચે, ડોલર સામે રૂપિયો 24 પૈસા ડાઉન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વૈશ્વિકશેરબજારોમાં ફરી શરૂ થયેલા ફેડના ફફડાટની અસર ભારતીય શેરબજારોના સેન્ટિમેન્ટને પણ ફફડાવી ગઇ છે. વૈશ્વિક નિષ્ણાતો એવી દહેશત વ્યક્ત કરી રહ્યા છે કે જો યુએસ ફેડ વ્યાજદર વધારે અને બોન્ડ માર્કેટની યિલ્ડ વધે તે વર્લ્ડ ઇન્સ્ટિટ્યુટ્સના રોકાણો ઉભરતાં બજારોમાંથી પાછાં ખેંચાઇ શકે છે. તેમ થાય તો સ્વાભાવિકપણે યુરોપ અને એશિયાઇ શેરબજારોમાં જોવા મળેલી સુધારાની ચાલ મોટાપાયે રૂંધાઇ શકે છે. પરંતુ એક લોજિક અને નિષ્ણાતોનો મત એવું કહે છે કે, છેલ્લા 6 માસથી શરૂ થયેલી એફઆઇઆઇની લેવાલી વાતનો નિર્દેશ કરે છે કે, ફેડના વ્યાજદરનો નિર્ણય શેરબજારોના સેન્ટિમેન્ટ ઉપર લાંબી અસર નહિં કરી શકે! આઇટીને બાદ કરતાં તમામ સેક્ટોરલમાં ગાબડાં નોંધાયા હતા. ખાસ કરીને નોર્થ કોરિયાના પરમાણું પરીક્ષણથી વૈશ્વિક શાંતિ અને અર્થતંત્ર બન્નેને ફટકો પડશે તેવી દહેશત પાછળ મેટલ, ઓઇલ, કેપિટલ ગુડ્સ ટેલિકોમ, ઓટો, બેન્ક્સ, પાવર અને રિયાલ્ટી ઇન્ડેક્સમાં જંગી કડાકો નોંધાયો હતો. સ્મોલકેપ અને મિડકેપ સેગ્મેન્ટમાં પણ વેચવાલીનું વાવાઝોડું ફરી વળતાં સ્મોલકેપ 2.35 ટકા અને મિડકેપ 3.11 ટકા તૂટ્યો હતો. સેન્સેક્સ પેકની 30 પૈકી ત્રણ આઇટી અને એક ઓઇલ કંપને બાદ કરતાં તમામ 27 સ્ક્રીપ્સમાં ઘટાડો રહ્યો હતો. જેમાં નબળા ત્રિમાસિક પરીણામો પાછળ તાતા સ્ટીલ 5.30 ટકા, અદાણી પોર્ટ્સ 4.37 ટકા, સ્ટેટ બેન્ક 4.28 ટકા અને લાર્સન 3.68 ટકા ઘટાડા સાથે મુખ્ય રહ્યા હતા. જ્યારે ડોલર સામે રૂપિયો નરમ રહેતાં આઇટી કંપનીઓ ફરી લાઇમલાઇટમાં આવી હતી. જેમાં ઇન્ફોસિસ 1.74 ટકા, ટીસીએસ 0.28, વીપ્રો 0.14 વધ્યા હતા.

બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2894 પૈકી માત્ર 689 સ્ક્રીપ્સમાં સુધારો અને 2031 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ બન્ને નેગેટિવ બની ચૂક્યા છે. સોમવારે મોડી સાંજે જાહેર થનારા આઇઆઇપી અને ઇન્ફ્લેશન ડેટા પૂર્વે પણ મંગળવારે શેરબજારો સહિત મોટાભાગના બજારો બકરી ઇદ નિમિત્તે સત્તાવાર બંધ રહેવાના હોવાથી તેની પણ થોડીઘણી અસર વર્તાતી હતી.

તાતા સ્ટીલના શેરમાં 5 ટકાનું ગાબડું

તાતા સ્ટીલ | કંપનીનીખોટ અનેકગણી વધી રૂ. 3183 કરોડની થઇ હોવાના અહેવાલો પાછળ શેર 5 ટકા તૂટી રૂ. 373.30ની સપાટીએ બંધ રહ્યો હતો. તેના કારણે તેનું માર્કેટકેપ પણ 2029.39 કરોડ ઘટી રૂ. 36284.61 કરોડની સપાટીએ રહ્યું હતું.

એચડીઆઇએલ|કંપનીનો ચોખ્ખો નફો 30 ટકા તૂટ્યો હોવાથી શેરનો ભાવ પણ 10.85 ટકાના ઘટાડા સાથે રૂ. 90 બંધ રહ્યો હતો.

ફોરેક્સમાર્કેટમાં ડોલરની દાદાગીરી |વર્લ્ડ ફોરેક્સ માર્કેટમાં મજબૂત બનેલો ડોલર આજે ભારતીય રૂપિયાને પણ ભારે પડ્યો હતો. રૂપિયો 24 પૈસા તૂટી 66.92ની સપાટીએ પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, રૂપિયો તાજેતરમાં વધી 66.37ની સપાટી સુધી પહોંચી ગયો હતો. પરંતુ છેલ્લા ચાર ટ્રેડિંગમાં 55 પૈસા સુધીનો સુધારો ધોવાઇ ગયેલો જોવા મળ્યો હતો. જોકે, અન્ય કરન્સી સામે રૂપિયામાં વલણ સ્થિર રહ્યું હતું.

એફઆઇઆઇનીસાંકેતિક વેચવાલી! |વિદેશી નાણાકીય સંસ્થાઓની પણ આજે રૂ. 594.61 કરોડની સાંકેતિક નેટ વેચવાલી રહી હોવાનું બીએસઇના પ્રોવિઝનલ આંકડાઓ દર્શાવે છે. જોકે, સ્થાનિક સંસ્થાઓની રૂ. 12.90 કરોડની નોમિનલ વેચવાલી રહી હતી.

વૈશ્વિક શેરબજારોમાં કડાકાનાં કારણો

}ફેડ રિઝર્વ ડિસે.ની જગ્યાએ સપ્ટે.માં વ્યાજ વધારે તેવી દહેશત

} ડાઉમાં શુક્રવારે 400 પોઇન્ટ અને સોમવારે ફ્યુચરમાં 150નું ગાબડું

} ડોલર સામે વર્લ્ડ તેમજ ઇન્ડિયન કરન્સીના વેલ્યૂએશનમાં ક્રાઇસીસ

} યુએસ અને જર્મન 10 વર્ષના બોન્ડ્સની યિલ્ડ અઢી માસની ટોચે

} બ્રિટને છેવટે બ્રેક્ઝિટ અંગે આખરી નિર્ણયની કરેલી જાહેરાત

} નોર્થ કોરિયાના ન્યૂક્લિયર ઘડાકાથી શાંતિ-આર્થિક સ્થિતિ ડહોળાશે

} યુરોપ એશિયાના શેરબજારોમાં 2-2.5 ટકા સુધીનો નોંધાયેલો કડાકો

વાઘ આવ્યો: યુએસ ફેડના ફરી વ્યાજવધારાના ફેફરાથી વૈશ્વિક શેરબજારોને મંદીનું ઝોબું…..!

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો