તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સપ્ટેમ્બરના 12 દિવસમાં મેલેરિયાના 800 કેસ નોંધાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સપ્ટેમ્બરના 12 દિવસમાં મેલેરિયાના 800 કેસ નોંધાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાંસતત બદલાતા વાતાવરણ સાથે રોગચાળાની સિઝન પણ બદલાઈ છે. પાણીજન્ય રોગચાળો માંડ માંડ અંકુશમાં આવ્યો છે ત્યાં મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. સપ્ટેમ્બર મહિનાના 12 દિવસમાં મેલેરિયા, ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કુલ 900 જેટલા કેસ નોંધાયા છે. જેમાંથી 800 કેસ તો માત્ર મેલેરિયાના છે.

મ્યુનિ.હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીના કહેવા પ્રમાણે, સપ્ટેમ્બર મહિનાના બાર દિવસમાં મેલેરિયાના 790 જેટલા કેસ નોંધાયા છે. ઝેરી મેલેરિયાના 68 જ્યારે ડેન્ગ્યુના કુલ 16 કેસ પોઝિટિવ નોંધાયા છે. તે રીતે, ઝાડા-ઊલટીના 127, કમળાના 82 અને ટાઈફોઈડના 92 કેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 9 દિવસમાં મ્યુનિ.દ્વારા ઘરે ઘરે જઈને મેલેરિયાનો સરવે કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત કુલ 1.94 લાખ જેટલા ઘરનો સરવે કરવામાં આવ્યો હતો. જેમાંથી 2700 જેટલા ઘરમાંથી મચ્છરો મળી આવ્યા હતા. અહીં ત્રણ લાખ જેટલા પાણી ભરેલા પાત્રો તપાસવામાં આવ્યા હતા. જેમાંથી 3700માંથી મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા હતા.

ઝાડા-ઊલટીના 127 અને કમળાના 82 કેસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો