તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દ્વારકામાં શહેરના વૃદ્ધાનું મૃત્યુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વારકામાં શહેરના વૃદ્ધાનું મૃત્યુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેવભૂમિદ્વારકામાં અમદાવાદથી પરિવાર સાથે દર્શનાર્થે આવેલા એક વૃદ્ધાનું ગોમતી નદીમાં નહાવા ગયા હતાં ત્યારે ડૂબી જવાથી મૃત્યુ થયું છે. નદીમાં નહાવ પડ્યા ત્યારે વૃદ્ધાને એક મોજું જોતજોતામાં પાણીમાં ખેંચી ગયું અને તેઓ ગરક થઇ ગયા હતાં અને તેમને બચાવવાના કોઈ પ્રયત્નો સફળ થયા હતા.

બાપુનગર વિસ્તારમાં રહેતા રેખાબેન પુરનમલ અગ્રવાલ નામના 59 વર્ષના વણિક વૃદ્ધા તેમના પરિવારજનો સાથે દ્વારકામાં દર્શનાર્થે ગયા હતાં ત્યારે દ્વારકામાં દ્વારકાધીશના દર્શન ઉપરાંત ગોમતી નદીના સ્નાનનું મહત્ત્વનું ગણાય છે માટે વૃદ્ધા ત્યાં સ્નાન કરવા ગયા હતાં.

સ્નાન કરતી વખતે રેખાબેનને દરિયાઇ મોજું પાણીમાં ખેંચી જતા જોતજોતામાં તેઓ ડૂબવા લાગ્યા હતાં અને કાંઠે ઊભેલા લોકો અને પરિવારજનો બચાવો-બચાવોની બૂમો પાડતા હતાં, પરંતુ મોજું તાણી ગયું હોય, જોત જોતામાં ડૂબી જવાના કારણે તેમનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો