તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વૈશ્વિક શેરબજારોમાં કડાકો, સેન્સેક્સ 443 પોઇન્ટ તૂટ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૈશ્વિક શેરબજારોમાં કડાકો, સેન્સેક્સ 443 પોઇન્ટ તૂટ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સેન્સેક્સ443.71 પોઇન્ટના કડાકા સાથે 28353.54 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડે 546 પોઇન્ટનો કડાકો નોંધાયો હતો. નિફ્ટી ઇન્ટ્રા-ડે 8700 પોઇન્ટની સપાટી તોડી 8699.40ની સપાટીએ પહોંચી ગયા બાદ છેલ્લે 151.10 પોઇન્ટના ઘટાડા સાથે 8715.60 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. વૈશ્વિક શેરબજારોની સુધારાની ચાલમાં ફરી ફેડના ફેફરાનો અંતરાય ઊભો થયો છે.

...અનુસંધાન પાનાં નં.13ફેડ રિઝર્વ હવે ડિસેમ્બરના બદલે સપ્ટેમ્બરમાં મળનારી પોલિસી બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી દહેશત શરૂ થઇ ગઇ છે. તેના પ્રત્યાઘાતરૂપે શુક્રવારે ડાઉજોન્સ 400 પોઇન્ટ તૂટીને બંધ રહ્યો હતો. તેનું પ્રતિબિંબ સોમવારે યુરોપ અને એશિયાઇ શેરબજારોમાં 2-2.5 ટકાના કડાકારૂપે જોવા મળ્યું હતું. ડાઉ ફ્યુચર સોમવારે 150 નીચો બોલાતો હોવાથી નિષ્ણાતો ન્યૂયોર્ક શેરબજારમાં મંદીની આગેકૂચ જોઇ રહ્યા હતા. સોમવારે વૈશ્વિક શેરબજારો પૈકી હોંગકોંગમાં 809 પોઇન્ટ, જર્મનીમાં 207 પોઇન્ટ, તાઇવાનમાં 107 પોઇન્ટ અને જાપાનના શેરબજારોમાં 293 પોઇન્ટના કડાકા નોંધાયા હતા.

વર્લ્ડ માર્કેટ્સમાં ફેડનો ફફડાટ

એશિયા

જાપાન 16673 -293

હોંગકોંગ 23291 -809

તાઇવાન 8947 -107

યુરોપ

લંડન 6679 -98

ફ્રાન્સ 4407 -85

જર્મની 10366 -207

નિફ્ટીમાટે 8650ની મહત્વની ટેકાની સપાટી

ટેકનિકલનિષ્ણાતોના મત અનુસાર નિફ્ટીએ આજે 8800 પછી ઇન્ટ્રા-ડે 8700 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીઓ તોડી છે. પરંતુ 8650 પોઇન્ટની સપાટી અતિ મહત્વની ટેકાની સપાટી ગણાય છે. તે તૂટે તો નીચામાં 8567 પોઇન્ટ સુધી પણ જઇ શકે છે. બાઉન્સબેકમાં 8950 સુધી સાવચેતીનો સૂર રાખવાની નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો