તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સ્વચ્છતા માટે હેલ્થ ખાતાની બેઠક મળી, ઢોકળામાં વંદા નીકળ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વચ્છતા માટે હેલ્થ ખાતાની બેઠક મળી, ઢોકળામાં વંદા નીકળ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ્યુનિસિપલકોર્પોરેશનના આરોગ્ય વિભાગની સોમવારે ‘સ્વચ્છતા મીશન’ની બેઠક મળી હતી. હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ શહેરમાં સ્વચ્છતા અને શહેરીજનોના આરોગ્યની ગહન ચર્ચામાં વ્યસ્ત હતા. દરમિયાન તેમને પીરસાયેલાં ઢોકળાંમાંથી વંદા નીકળતાં અધિકારીઓને પોતાના આરોગ્યની ચિંતા થવા લાગી હતી.

‘આપણને આવો નાસ્તો અપાતો હોય તો લોકોને કેવો મળતો હશે,’ તેવો મુદ્દો ઊઠ્યો હતો. અધિકારીઓએ ઢોકળાં બનાવનારી ‘દાસ ખમણ’ની દુકાન સીલ મારવા સુધીની તૈયારી આદરી હતી. પરંતુ ભાજપના કોર્પોરેટરો સીલ મારવાનો વિરોધ કરી રહ્યા હતાં. ...અનુસંધાન પાનાં નં.13





બીજી તરફ મ્યુનિસિપલ કોઠામાં કોર્પોરેશનની આરોગ્યની ‘દેખરેખ’ ખૂલ્લી પડી હોવા છતાં શાસક ભાજપના નગરસેવકો ભલામણ કરવાનું ચૂક્યા નહોતા. કિસ્સામાં પણ અધિકારીઓ અને કોર્પોરેટર્સ વચ્ચે 5 કલાક સુધી હુંસાતુંસી થઈ હતી. આખરે મોડી સાંજે 7 વાગ્યે દુકાન સીલ કરાઈ હતી.

સોમવારે બપોરે દાણાપીઠ સ્થિત મ્યુનિ.ની કચેરીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી. આર. ખરસાણના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા મિશન અંતર્ગત ઑફિસર્સની મીટિંગ રાખવામાં આવી હતી. હેલ્થ વિભાગ અને સોલીડ વેસ્ટ વિભાગના 25 અધિકારી હાજર રહ્યા હતા. મધ્યસ્થ કચેરીના 100 મીટરના દાયરામાં આવેલી જાણીતી ‘દાસ ખમણ’ દુકાનમાંથી 3 કિલો ઢોકળાં મગાવાયાં હતાં. ચારેક પ્લેટમાં ઢોકળાંમાંથી નાના-નાના વંદા નીકળતાં અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતા. ત્યારે અહીં એક સૂર છેડાયો હતો કે, જો આપણને આવો નાસ્તો અપાતો હોય તો પબ્લિકને કેવો આપવામાં આવતો હશેω, જેને પગલે તાત્કાલિક દુકાન સીલ કરવા સુધીની કાર્યવાહી કરવાના આદેશ થયા હતા.

હેલ્થ ઑફિસરે તાકીદે દુકાન સીલ કરવાનો આદેશ કર્યો હતો. જોકે ઢોકળાં પહેલેથી બનાવેલાં હોવાથી સેમ્પલ ટેસ્ટ શક્ય બનતાં તપાસ હાથ ધરાઈ હતી. અંતે ફ્લાઇંગ સ્ક્વોડે મરચું અને તેલના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલ્યા હતા. સીલ કરવાના સંદેશાથી ભાજપના સિનિયર શાસકો ભલામણમાં કામે લાગી ગયા હતા. બપોરના 2 વાગ્યાથી 5 કલાક સુધી સીલ કરવા, કરવાનો ડ્રામા ચાલ્યા બાદ મોડી સાંજે 7 વાગ્યે દુકાન સીલ કરાઈ હતી.

ભાજપના શાસકો ભલે મોટી મોટી વાતો કરતા હોય પણ કોઈ પરિચિતને ત્યાં કોર્પોરેશનના અધિકારીઓ કાયદાકીય કાર્યવાહી કરતા હોય ત્યારે અચૂકપણે ભલામણ માટે પહોંચી જતા હોય છે. અધિકારીઓને પીરસાયેલા ઢોકળામાં વંદા નીકળ્યા હોવા છતાં ખાડિયાના કોર્પોરેટર અને મ્યુનિ. ભાજપના પૂર્વ નેતા મયુર દવે દાસ ખમણને સીલની કાર્યવાહીમાંથી બચાવવા વચ્ચે આવ્યા હતા. જોકે, તેમની ભલામણના આધારે ઝોનના કર્મચારીને સીલિંગ કાર્યવાહી એક તબક્કે અટકાવી હતી. અને માત્ર બે દિવસ માટે દુકાન બંધ રાખવા કહ્યું હતું પણ અંતે મોડી સાંજે 7 વાગ્યે સીલિંગની કાર્યવાહી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો