• Gujarati News
  • National
  • આર્ટ સમ્રાટ એક્ઝિબિશનમાં સિટીના 12 આર્ટિસ્ટ્સનું ઇન્ડિયન હેરિટેજ પર વર્ક

આર્ટ સમ્રાટ એક્ઝિબિશનમાં સિટીના 12 આર્ટિસ્ટ્સનું ઇન્ડિયન હેરિટેજ પર વર્ક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિશંકરરાવલ કલા ભવનમાં ‘આર્ટ સમ્રાટ’ વિષય પર પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં આર્ટિસ્ટ ધર્મેન્દ્ર સોની, માનીની પરીખ, હિરલ શાહ, રૂપલ ભટ્ટ, શ્વેતા સોલંકી, માનસી શાહ, અલકા પરીખ, વૈશાલી મણિયાર, સેજલ શાહ, પલ્લવી અગ્રવાલ, પૂરવા બખાડા અને રુદ્રમે ભારતની સંસ્કૃતિ પર પોતાના પેઇન્ટિંગસ રજૂ કર્યા હતા. એક્ઝિબિશન અંગે વાત કરતા ધર્મેન્દ્ર સોનીએ કહ્યું કે, ‘દરેક આર્ટ માણસને કંઈકને કંઈક પ્રેરણા આપે છે. શોમાં એવા આર્ટિસ્ટ કે જેઓ ખરેખર પોતાના વારસાનું આર્ટના માધ્યમથી જતન કરવા માંગે છે, તેમના પેઈન્ટિંગ્સ રજૂ થયા હતાં. પ્રદર્શનમાં ઈન્ડિયન હેરિટેજ ઉપરાંત પોટ્રેટ પણ રજૂ થયા હતા.

} આર્ટિસ્ટ ધર્મેન્દ્ર સોની, માનીની પરીખ, હિરલ શાહ, રૂપલ ભટ્ટ, શ્વેતા સોલંકી, માનસી શાહ, અલકા પરીખ, વૈશાલી મણિયાર, સેજલ શાહ, પલ્લવી અગ્રવાલ, પૂરવા બખાડા અને રુદ્રમે પોતાના ચિત્રો રજૂ કર્યા હતા.

Talk on Art

અન્ય સમાચારો પણ છે...